વલસાડ :તાજેતરમાં રજૂ થયેલા બજેટ લઈને દક્ષિણ ગુજરાતમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ (River Link Project in Gujarat) અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. જેને પગલે ધરમપુરના પૈખેડ અને ચાસમાંડવા ગામેથી વહેતી તાન નદી પર 52 મીટરની ઊંચાઈ 2703 મીટર લંબાઈનો ડેમ બનાવવામાં આવશે. તેને કારણે 7 ગામના 379 કુટુંબને વિસ્થાપિત કરવાની ફરજ પડે એમ છે. તેથી સ્થાનિકોનો ડેમ બનાવવા (Opposition to the River link project) સામે સખત વિરોધ છે.
ચાસમાંડવા ગામેથી વહેતી તાન નદી અને ઔરંગા નદીના ફાટા પર ડેમ બનશે
2002માં સરકાર દ્વારા વખતો વખત ચાસમાંડવા ગામે સર્વે કરવામાં આવ્યો હતો. તે સમયે વહેતી તાન નદીનો જ્યાં ઔરંગા નદીનો ફાંટો પડે છે. એ સ્થળ ડેમ માટે પસંદ કરવામાં આવ્યું હતું. જ્યાં 52 મીટર ઊંચાઈ ધરાવતો ડેમ બનાવવામાં આવશે. આ ઉપરાંત 2002ની આસપાસમાં સૂચિત ડેમ માટે સર્વે કરવામાં આવ્યો હતો. તે સમયે 379 કુટુંબને વિસ્થાપિત કરવા પડશેનું નક્કી કર્યું હતું. જો કે હાલ સ્થિતિ વિપરીત છે. કારણ કે વર્ષો વીતવા બાદ હવે નદીના પટમાં આસપાસમાં અન્ય ઘરો પણ અસ્તિત્વમાં આવ્યા છે. એટલે વિસ્થાપિત કુટુંબનો આંકડો ઘટે (Dam in Chasmandva village) નહિ પણ હજુ વધી શકે એમ છે.
પૈખેડ અને ચાસમાંડવા બંને ધરમપુર તાલુકાના ગામોમાં સંભવિત ડેમ બનશે
રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર તાલુકાના બે ગામો પૈખેડા ખાતે પાર અને નાર નદીના ફાટા ઉપર જ્યારે ચાસ માંડવા ગામે તાન નદી અને ઔરંગા નદીના ફાટા ઉપર ડેમ બનશે. ત્યાં જળ વિધુત મથકો (Power station on the river Tan) પણ બનાવવાની સરકારની યોજના છે. તેમજ પૈખેડ જળાશય પર 3 મેગાવોટના ત્રણ જળ વિધુત મથકો ઉભા કરવામાં આવશે. જ્યારે ચાસમાંડવા ગામે 1 મેગા વોટના 2 વિધુત મથકો ઉભા કરવાની સરકારની યોજના છે.
સ્થાનિક ગ્રામજનો જળાશય બનાવવા સામે સખત વિરોધ