ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન હલ ન થતા વલસાડ પાલિકાના સભ્યે માથે લાઈટ લગાવી કર્યો અનોખો વિરોધ - સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન

વલસાડ: નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના નેતાના સ્ટ્રીટ લાઈટના કામો ન થતા માથે લાઈટ બાંધીને સભામાં અનોખો વિરોધ કર્યો હતો. તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ છેલ્લા કેટલાક સમયથી હોવાને કારણે તેમણે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ

By

Published : Aug 2, 2019, 5:04 AM IST

વલસાડ નગર પાલિકાની સામાન્ય સભામાં પાલિકા સભા ખંડમાં યોજાઇ હતી. જેમાં પાણી, ગેર કાયદસર પાર્કિગ, રખડતા ઢોર જેવા અનેક પ્રશ્નો બાબતે વિપક્ષના સભ્યોએ જગત વસાવા અને પાલિકા પ્રમુખ પંકજ આહીર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમજ સમયે સભામાં વોર્ડ નમ્બર 7 ના સાશક પક્ષના સભ્ય પ્રવીણભાઈ કચ્છી માથે લાઈટ બાંધીને પાલિકા સભાખંડમાં પ્રવેશ કરતા સૌ અચરજમાં મુકાયા હતા. ખુદ સાશક પક્ષના સભ્ય જ વિરોધ કરતા નજરે પડે તો અન્ય ના કામોનું શું જેવી અનેક ચર્ચાઓ ઉઠી હતી. જો કે પ્રવીણભાઈ કચ્છીએ આ વિરોધ બાબતે જણાવ્યું કે, તેમના વોર્ડ નંમ્બર 7ના મોહોલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સ્ટ્રીટ લાઈટ બંધ છે અનેક વાર સી ઓ સહિતના લાગતા વળગતા વિભાગને જાણકારી આપી રજુઆત કરી હતી તેમ છતા કોઈ ઉકેલ ન આવતા તેમણે પાલિકાની સામાન્ય સભામાં માથે બેટરીની લાઈટ બાંધીને આનોખો વિરોધ કરવાની ફરજ પડી હતી.નોંધનીય છે કે સામાન્ય સભામાં અનેક પ્રશ્નો ચર્ચાય હતા, જેમાં દબાણ પાર્કિંગ અને પાણી અને રખડતા ઢોર જેવા મુખ્ય પ્રશ્નો વિરોધ પક્ષે ઉઠાવ્યા હતા.

સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન હલ ન થતા વલસાડ પાલિકાના સભ્યે માથે લાઈટ લગાવી કર્યો અનોખો વિરોધ

ABOUT THE AUTHOR

...view details