વાપીઃ શહેરના ગુંજન વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાપી નોટિફાઇડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેવાભાવી, રોટરી જેવી સંસ્થાઓએ Street for All નામના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
વાપીમાં 20,000 જેટલા લોકોએ શેરી રમતો રમી, નૃત્ય સાથે street for allનો કાર્યક્રમ યોજાયો - નૃત્યના સથવારે
વાપીમાં રવિવારનો દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઇ માટે નોખો-અનોખો હતો. વર્ષોથી ગલીમાં રમાતી રમતો આજના મોબાઈલ યુગમાં ભુલાઈ ગઈ છે. જેને વાપીના 20 હજાર જેટલા શહેરીજનોએ યાદ કરી હતી. તો ભુલાયેલી રમતો સાથે આજની યુવાપેઢીએ પોતાની મનપસંદ રમતોનો ડાન્સ અને મ્યુઝિકના સથવારે અનોખો આનંદ ઉઠાવ્યો હતો.
![વાપીમાં 20,000 જેટલા લોકોએ શેરી રમતો રમી, નૃત્ય સાથે street for allનો કાર્યક્રમ યોજાયો વાપીમાં 20,000 જેટલા લોકોએ શેરી રમતો અને નૃત્યના સથવારે માણ્યો street for allનો કાર્યક્રમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6092869-709-6092869-1581848245999.jpg)
વાપીમાં 20,000 જેટલા લોકોએ શેરી રમતો અને નૃત્યના સથવારે માણ્યો street for allનો કાર્યક્રમ
વાપીમાં 20,000 જેટલા લોકોએ શેરી રમતો અને નૃત્યના સથવારે માણ્યો street for allનો કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે, રવિવારે ગુંજનનો અંબામાતા માર્ગ શેરી રમતોનો માર્ગ બન્યો હતો. જેમાં વાપીના 20,000 જેટલા શહેરીજનોએ ઉમળકાભેર ભાગ લઇ પ્રાચીન-અર્વાચીન રમતો રમી શારીરિક તંદુરસ્તી મેળવી હતી.