સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે નવીનગરી સારણગામ પાસે ઉદવાડા જવાના રોડ પર દારૂ ભરેલી કારને રોકવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દારૂ ભરેલી બે સ્કોર્પિયો કાર રોકવામાં ટીમને સફળતા મળી હતી. આ કાર રોકવામાં એક સ્કોર્પિયો કારનો પાછળનો કાચ અને આગળનો કાચ તૂટી ગયો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપી, 21 લાખનો મુદ્દામાલ કબ્જે - latest crime news
વલસાડ: થર્ટી ફર્સ્ટ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે પારડી પોલીસ હદ વિસ્તારમાંથી ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂ ભરેલી બે જેટલી સ્કોર્પિયો કાર ઝડપી પાડી હતી જેમાં દારૂ હેરાફેરીમાં સુખેસ ગામના ડેપ્યુટી સરપંચ સાથે અન્ય બે ઇસમો ઝડપાતા સમગ્ર દારૂનો કેસ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પકડાયેલી કારમાંથી બીયર વ્હીસ્કીની બોટલ નંગ 6563 જેની કિંમત રૂપિયા 9,43,400નો જથ્થો હાથ લાગતાં રૂ. 12,00,000ની બે સ્કોર્પિયો કાર મળી કુલ રૂપિયા 21,58,880નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડેલી કારમાં દારૂની હેરાફેરીમાં સુખેસ ગામના ડેપ્યુટી સરપંચ મૃગેશ દયાળભાઈ પટેલ ઝડપાતા દારૂનો કેસ સમગ્ર પંથકમાં ચર્ચામાં રહ્યો હતો. આ સાથે પોલીસે હિતેશ રમણભાઈ પટેલ અને જયેશ અરવિંદ હળપતિની ધરપકડ કરી હતી. આ ગુનામાં દમણના નામચીન બુટલેગર દુષ્યંત બાબુભાઈ પટેલને તેમજ 10ને વોન્ટેડ જાહેર કર્યા છે.