કપરાડાના મોટી પલસણ ગામે 7 દિવસ માટે ધરમપુર કોલેજના NSS કેમ્પનો પ્રારંભ - valsad news
વલસાડ: ધરમપુર ખાતે આવેલી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી NSS કેમ્પનું આયોજન કપરાડા તાલુકાના નાની પલસાણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં પ્રારંભ થયો છે. સાત દિવસથી યોજાનારા આ કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં ફરીને સાફ-સફાઈ નેત્રયજ્ઞ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અંગે જાગૃતતા જેવા વિવિધ કાર્યો કરવામાં આવશે.
![કપરાડાના મોટી પલસણ ગામે 7 દિવસ માટે ધરમપુર કોલેજના NSS કેમ્પનો પ્રારંભ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5292951-thumbnail-3x2-dharampur.jpg)
વલસાડ જિલ્લાના અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા અંતરિયાળ એવા કપરાડા તાલુકાના મોટી પલસણ ગામે ધરમપુર વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો NSSનો વાર્ષિક શિબિર પ્રારંભ થયો છે. પ્રારંભ થયેલા આ કાર્યક્રમમાં કોલેજના પૂર્વ આચાર્ય યોગેશભાઈ ભટ્ટ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સેવાકીય કામગીરી કેવી રીતે કરવી તે અંગે તેઓ કેમ્પમાંથી મહત્વની સીટ મળશે અને અંતરિયાળ વિસ્તારમાં હાથ વગી સામગ્રી ન હોવા છતાં પણ કામગીરી કઈ રીતે કરવી તેનું આયોજન તેઓને આ કેમ્પમાં શીખવા મળશે.