ધરમપુરઃ લોકડાઉન-4 શરૂ થતાની સાથે સરકાર દ્વારા અનેક છૂટછાટો આપવામાં આવી છે. દરેક જિલ્લામાં દરેક તાલુકામાં અને દરેક ગામડાઓમાં વહીવટી તંત્રના આદેશ અનુસાર ધંધા-રોજગાર અને વેપારીઓને છૂટ આપવામાં આવી છે, ત્યારે પરિવહન ક્ષેત્રમાં પણ એસટી ડેપોને પણ કેટલાક નીતિ નિયમોને આધારે બસો શરૂ કરવામાં મંંજૂરી આપવામાં આવી છે.
ધરમપુર ડેપોએ બસ સેવાનો કર્યો પ્રારંભ, ટિકિટ માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા
વલસાડ જિલ્લાના અંતરિયાળ કહી શકાય એવા ધરમપુર ડેપો દ્વારા પણ બુધવારથી એસ.ટી બસ સેવાનો પુનઃપ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે ધરમપુર તાલુકો એ અંતરિયાળ વિસ્તાર હોય અને અનેક ગામોના લોકો ઓનલાઇન ટિકિટ કઢાવી ન શકતા હોય એવા લોકો માટે વૈકલ્પિક રીતે એસટી ડેપો ઉપરથી જ ટિકિટ આપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ કહી શકાય એવા ધરમપુર ડેપો દ્વારા પણ બુધવારથી એસ.ટી બસ સેવાનો પુનઃપ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે ધરમપુર તાલુકો એ અંતરિયાળ વિસ્તાર હોય અને અનેક ગામોના લોકો ઓનલાઇન ટિકિટ કઢાવી ન શકતા હોય એવા લોકો માટે વૈકલ્પિક રીતે એસટી ડેપો ઉપરથી જ ટિકિટ આપવામાં આવશે, તેવું ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ધરમપુર એસ.ટી ડેપોના મેનેજર મહાલાના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર અને પરિવહન વિભાગની ગાઈડલાઈન અનુસાર હાલ ધરમપુર એસ.ટી.ડેપો દ્વારા ધરમપુરથી વલસાડ અને ધરમપુરથી કપરાડા આમ બે વિભાગમાં બસો દોડાવવામાં આવી રહી છે. ધરમપુરથી વલસાડ સુધી જનારા પ્રવાસીઓ માટે ઓનલાઇન ટિકિટ કઢાવી ત્યારબાદ જ મુસાફરી કરી શકાય એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ ધરમપુર એ અતિ ગ્રામીણ વિસ્તાર હોવાને કારણે અને એક એવો વિસ્તર છે, જ્યાં આગળ ઇન્ટરનેટના નેટવર્ક પણ મળતા નથી તો અહીં કેટલાક લોકોને ઈ-ટિકિટ સમસ્યા થવાથી વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે ધરમપુર ડેપો દ્વારા ડેપો ઉપરથી જ પ્રવાસીઓને ટિકિટ કાઢી આપવામાં આવશે.
આ સાથે જ પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસક પહેરવું અને સ્ક્રિનિંગ કરાવવું ફરજિયાત છે. ડેપો મેનેજરે વધુમાં કહ્યું હતું કે, ડેપોથી ઉપડતી બસો વચ્ચેના કોઈ પણ સ્થળ પર ઉભી રહેશે નહીં અને કોઈ પણ જગ્યા ઉપરથી વચ્ચેથી પ્રવાસીઓને બેસાડશે પણ નહીં, મુસાફરી કરવા માટે પ્રવાસીએ એસટી ડેપો ઉપર જ આવવું પડશે. એટલે કે એકવાર ધરમપુર ડેપોથી બસ ઉપડી તો તે સીધી વલસાડ ડેપો ઉપર જ ઊભી રહેશે. આવી જ રીતે ધરમપુરથી કપરાડા તરફ જતી બસોમાં પણ અધવચ્ચેથી કોઈપણ પ્રવાસીને બેસાડવામાં આવશે નહીં. જોકે બુધવારથી પુનઃશરૂ થયેલી બસોમાં માત્ર આંગળીને વેઢે ગણાય એટલા જ પ્રવાસીઓ મુસાફરી કરતા જોવાં મળ્યાં હતાં.