- રમત-ગમત અને સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ધ્વજ વંદન કર્યુ
- પોલીસ હોમગાર્ડ RPF સહિત અનેક વિભાગનાં જવાનો જોડાયા
- સન્માન પત્ર આપીને વિરલ વ્યક્તિત્વનું સન્માન કરાયું
વલસાડ:જિલ્લામાં આજે 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતનાં રમત-ગમત અને સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી વલસાડનાં મોગરાવાડી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વલસાડ જિલ્લાની વિકાસગાથા અંગે તેમજ દેશને આઝાદ કરવા માટે બલિદાન આપનારા શહિદોને યાદ કરવામાં આવ્યા હતા.
વૈજ્ઞાનિકોએ મહામારીમાં પણ આત્મનિર્ભર બનીને એક અનોખી રાહ ચીંધી
ગુજરાત રાજ્ય રમત-ગમત અને સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન કર્યુ હતું. ત્યાર બાદ પ્રજાસત્તાક પર્વ ઉપક્રમે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે, સમગ્ર ભારતની પ્રજાએ કોરોના જેવી મહામારીને પડકાર સ્વરૂપે લીધી અને દરેક લોકોએ ખભાથી ખભો મેળવી આગળ વધ્યા છે. તો સાથે જ ભારત દેશના અનેક વૈજ્ઞાનિકોએ વિશ્વનાં દરેક દેશોને કોરોના જેવી મહામારીમાં પણ આત્મનિર્ભર બનીને એક અનોખી રાહ ચીંધી છે.