વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં આજે અનેક સ્થાનિકો ભેગા મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કંઈક અનોખી રીતે કરવાનું વિચાર્યું હતું અને આ માટે બિલ્ડીંગના રહીશ ચન્દ્રેશ ભાનુશાલીએ તમામ લોકોને દક્ષિણ ગુજરાતનાની વાનગી જે માટીના માટલા ઉંધા મૂકી બનાવમાં આવે છે, જેની મોજ કરાવી હતી. સામાન્ય રીતે અમદાવાદ-વડોદરા જેવા શહેરોમાં ઊંધિયું કે જલેબીની પરંપરા વર્ષોથી ચાલી આવી છે, પરંતુ વલસાડમાં રહીશોએ ઊંધિયું જલેબીના સ્થાને ઉંબળિયાની વાનગીને સ્થાન આપ્યું હતું.
અહીં ઉત્તરાયણે ઊંધિયું નહીં પણ ઉંબડીયું છે લોકપ્રિય... - વલસાડમાં ઉત્તરાયણની ઉજવણી
વલસાડઃ શહેરના અનેક વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરેક બિલ્ડીંગના ધાબે લોકોએ પતંગની સાથે-સાથે તલ-ચિક્કી અને ઊંધિયાની મોજ માણી હતી, પરંતુ વલસાડના તિથલ રોડ ઉપર આવેલા નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા લોકોએ આજે ધાબે તલ-ચિક્કી અને ઊંધિંયું નહીં પણ દક્ષિણ ગુજરાતમાં શિયાળામાં મોઢે સિસકારા બોલાવી દેતી ચટાકેદાર વાનગી ઉંબળિયાની મોજ માણી હતી.
![અહીં ઉત્તરાયણે ઊંધિયું નહીં પણ ઉંબડીયું છે લોકપ્રિય... special story of kite festival at valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5715414-1017-5715414-1579058621485.jpg)
special story of kite festival at valsad
વલસાડમાં ઉત્તરાયણે ઉંધિયું નહીં પણ ઉંબડીયું છે લોકપ્રિય
જો કે, વરાળને લીધે મટકામાં બનતી વાનગીનો ટેસ્ટ જ આનોખો છે. આજે નીલકંઠ રેસિડેન્સીના તમામ લોકો એકત્ર થઈ ઉંબળિયાની વાનગી સાથે છાશની મોજ માણી હતી. આ સાથે પતંગ અને ચિક્કી તો હતી જ. આમ વલસાડના રહીશો દ્વારા ઉત્તરાયણ પર્વને વલસાડી વાનગી સાથે ઉજવાણી કરી હતી.