વલસાડઃ શહેરના રામજી ટેકરા પર આવેલા દેસાઈ ભવનમાં મહેશભાઈ દેસાઈ રહે છે. જેઓ સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈના બહેનના દીકરા થાય છે એટલે કે, મોરારજીભાઇના ભાણેજ મહેશભાઈ દેસાઈ તેમના નાનપણથી જ એમના મામા સાથે સંકળાયેલા રહ્યા છે. મોરારજીભાઈ તેમની સાથે પત્ર વ્યવહાર સાથે જોડાયેલા હતા સાથે જ તેઓ કોઈ પણ હોદ્દા પર હોય પરંતુ નવસારીથી ઉમરગામ સુધી જ્યારે પણ તેમનો ફ્લો થતો ત્યારે તેઓ મહેશભાઈને અચૂક તેમની સાથે લઈ જતા હતા.
મોરારજીભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે બદલી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન આમ મામા ભાણેજ બંને આત્મીયતા સાથે જોડાયેલા હતા. મહેશભાઈ દેસાઈએ તે સમયે મોરારજીભાઈને લખેલા અંતરદેશી પત્રોના જવાબ તેમનામાં મોરારજીભાઈએ તેમના હાથે લખાયેલા હેન્ડરાઇટિંગ દ્વારા આપ્યા હતા. તે આજે પણ એમની પાસે સ્મરણો તરીકે સચવાયેલા છે સાથે જ મહેશભાઈના માતા કે જે મોરારજીભાઇના બહેન થતા હતા. તેમની સાથે પણ કરેલા પત્ર વ્યવહારો અને તેનો ઉલ્લેખ અનેક પાત્રોમાં જોવા મળે છે.
મોરારજીભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે બદલી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન મહેશભાઈ જણાવ્યું કે, મોરારજીભાઈ જેવો કડક સ્વભાવ આજે તમને જોવા નહીં મળે તેઓ ખૂબ જ સિદ્ધાંતવાદી નિષ્ઠાવાન હતા તેમણે કહ્યું કે, મોરારજીભાઈ દેસાઈનું મૂળ ઘર એટલે કે તેમના પિતાનું ઘર વલસાડમાં હાલમાં જ્યાં શાકમાર્કેટ છેએ સ્થળે આવેલું હતું.
જ્યાં હાલમાં શિશુવિહાર અને એક સામાજિક સંસ્થાની ઑફિસ આવેલી છે.જ્યારે પણ મોરારજીભાઈ વલસાડ આવતા હતા, ત્યારે બીજી કે ત્રીજી મુલાકાતે તેઓ તેમના પિતાના નિવાસ્થાને અવશ્ય મુલાકાત લેતા હતા. સમય જતા મોરારજીભાઈ દેસાઈએ તેમની પ્રોપર્ટી સંસ્થાને દાનમાં આપી હતી. જેમાં ગોધરા ખાતે આવેલી પ્રોપર્ટી તેમણે એક સંસ્થા અને એક હોસ્પિટલ મેદાનમાં આવી હતી જ્યારે વલસાડની શાક માર્કેટમાં આવેલી તેમના પિતાની વડીલોપાર્જિત પ્રોપર્ટીના એક સંસ્થાને દાનમાં આપી હતી. આમ મોરારજીભાઇના ભાણેજ પાસે આજે પણ તેના મામાની અનેક સ્મરણોની તસ્વીરો તેમના કાગળો તેમના આંતર દેશી લેટરો તમામ સ્મરણો સચવાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, તેઓ મૂળ વલસાડ શહેરના વતની છે પરંતુ તેમનો જન્મ એમના મામાને ઘરે એટલે કે વલસાડ નજીકમાં આવેલા ભદેલી ગામે થયો હતો. જેથી તેઓ ભદેલીના રહેવાસી તરીકે ઓળખાયા હતા વળી તેમનું બાળપણ ભડલી ગામે જ વીત્યું હતું. મહત્વનું છે કે, મોરારજીભાઈ દેસાઈ નાયબ કલેક્ટર અને ત્યાર બાદ ફાઇનાન્સ મિનિસ્ટર તેમજ વડાપ્રધાન સુધીની સફર ખેડી હતી. વળી તેમનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીએ 4 વર્ષે એક જ વાર આવે છે. આ વર્ષે 29 ફેબ્રુઆરી તેમાં જન્મદિવસ નિમિત્તે બદલી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન હાજરી આપશે.