ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડામાં મળી વિસ્ફોટક સામગ્રી, પોલીસે જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી - ditonetor news

વલસાડઃ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને વિસ્ફોટક જથ્થા અંગે બાતમી મળી હતી. ત્યારે કપરાડા તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગુજરાતના ભાથેરી ગામમાં એક વ્યક્તિના મકાનમાં રેડ કરી હતી. અહીં તેના ઘરમાંથી ડિટોનેટર સહિતનો વિસ્ફોટક જથ્થો કબ્જે કરાયો છે. જ્યારે ઘર માલિક વોન્ટેડ જાહેર કરી તેની સામે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનો નોંધી નાના પોઢા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

special-operation-grup-cought-ditonetor
special-operation-grup-cought-ditonetor

By

Published : Jan 6, 2020, 11:16 PM IST

સ્પેશિયલ ઓપરેશન ગૃપને મળેલી બાતમીના આધારે કપરાડા તાલુકાના મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના મુળ ગામ ભાથેરી ફળિયામાં રેહતાં પ્રવીણ શામજી ખરપડેના ઘરે દરોડા પાડ્યા હતા. અહીં તેના ઘરમાંથી સાદા ડિટોનેટર નંગ 49, જીલેટીન સ્ટીક 15, સેફટી ફ્યુઝના વાયરો 2 મળ્યા હતા. કુલ મુદ્દામાલ 3135ની કિંમતનો એક્સપ્લોઝિવ જથ્થો ઝડપાયો છે.

કપરાડામાં મળી વિસ્ફોટક સામગ્રી, પોલીસે જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ એન.ટી પુરાણી હેડ કોન્સ્ટેબલ સાયબ વાઢું, કોન્સ્ટેબલ રમેશ દિપક, સહદેવ કુલદિપ અર્શદ અને કેતન દ્વારા આ રેડ કરવામાં આવી હતી. વિસ્ફોટક સામગ્રી કપરાડાના અંતરિયાળ ગામોમાં ક્યાંથી અને કેવી રીતે આવી તે હાલ તપાસનો વિષય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર જથ્થો મહારાષ્ટ્ર વિસ્તારમાંથી નાસિક થઈ ગુજરાતમાં લાવવામાં આવતો હોવાનું કહેવાય છે. જેમાં એક બે સ્થાનિક લોકોના પણ હાથ હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે

કપરાડામાં મળી વિસ્ફોટક સામગ્રી, પોલીસે જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી

ABOUT THE AUTHOR

...view details