વલસાડ કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભરાતા બજારોમાં ડુપ્લીકેટ નોટ વટાવવા માટે કેટલાક (Fake currency notes seized from Valsad)લોકો સક્રિય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ એક યુવકને 500ના દરની નોટો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ વધુ સતર્ક બની હતી ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલ બાતમી આધારે નાનાપોંઢા આમ્રવન પાસેથી 3 આરોપીને પોલીસે ઝડપી (Fake currency notes)લીધા છે. જેમની પાસેથી રૂપિયા 500ના દરની 1094 નંગ ડુપ્લીકેટ નોટ કબજે લીધી છે. જે મહારાષ્ટ્રના બાળુ ચોધરી નામના શખ્સે આપી હોવાનું બહાર આવ્યું છે.
નકલીનોટોની હેરાફેરીનાનાપોંઢા પાસે આવેલા આમ્રવન નજીક કેટલાક શખ્સો ડુપ્લીકેટ નોટ( seized fake currency notes )સાથે આવવાના હોવાની માહિતી વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી. વલસાડ જિલ્લા એસ પી ડો. રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શનમાં એસ ઓ જી પી આઇ બારડના નેતૃત્વમાં પી એસ આઈ એલ જી રાઠોડ અને ટીમ દ્વારા બાતમી વાળી જગ્યા ઉપર પહોંચીને ત્રણ શખ્સો ઈશ્વર ધાકલ રાબડે રહે મૂલગામ ફળિયા બામણવાડા ,યુવરાજ અમૃત વળવી, મોહજી જૈતર વરઠા રહેવાસી વાંગણ ફળિયા કેતકી ગામને ઝડપી લીધા હતા. જેમાં ઈશ્વર પાસેથી રૂપિયા 500ની કુલ 1094 નંગ નોટો બનાવટી હોવાની જાણ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે સાથે રાખી હોય પોલીસે ડુપ્લીકેટ નોટ કબજે લીધી હતી.
આ પણ વાંચોઅમદાવાદમાં કુલ રૂપિયા 5 લાખથી વધુની નકલી નોટ બેન્કમાં જમા કરાતા નોંધાઈ ફરિયાદ