ગુજરાત

gujarat

By

Published : Apr 7, 2021, 6:04 AM IST

ETV Bharat / state

વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ફિઝિશયન એસ. એસ. સિંઘની ETV BHARAT સાથે ખાસ વાતચીત..

આજે 7મી એપ્રિલ છે. કોરોના કાળના આ વર્ષ 2021માં આજનો દિવસ ખૂબ મહત્વનો દિવસ છે. કેમ કે આજે સમગ્ર વિશ્વ વર્લ્ડ હેલ્થ ડે તરીકે તેની ઉજવણી કરશે. સાથે જ વિશ્વને સુંદર તંદુરસ્ત બનાવવાના પ્રણ લેશે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે ભારતની સ્થતી કેવી છે. તે અંગે વાપીની હરિયા રોટરી મેડિકલ સર્વિસીસના ચીફ ફિઝિશયન ડૉ. એસ. એસ. સિંઘ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ફિઝિશયન એસ. એસ. સિંઘની ETV BHARAT સાથે ખાસ વાતચીત..
વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ફિઝિશયન એસ. એસ. સિંઘની ETV BHARAT સાથે ખાસ વાતચીત..

  • 7મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ
  • WHO દર વર્ષે આ દિવસની કરે છે ઉજવણી
  • ડૉ. એસ. એસ. સિંઘ આપી અગત્યની માહિતી

વાપીઃ વર્ષ 1948માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ની સ્થાપના કરવામાં આવ્યા બાદ દર વર્ષે 7મી એપ્રિલે WHOના સ્થાપના દિનને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1950થી દર વર્ષે આ દિને વિશ્વમાં વિવિધ રોગોના અટકાવના પગલાં સાથેની થીમ પર તેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ દિવસનું મહત્વ અને આરોગ્ય ક્ષેત્રે ભારતમાં સ્થિતિ કેવી છે. તે અંગે વાપીના જાણીતા તબીબ ડૉ. એસ. એસ. સિંઘ મહત્વની વિગતો આપી હતી.

ચીફ ફિઝિશયન ડૉ. એસ. એસ. સિંઘ ETV ભારત સાથે કરી વાત

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વાપીની હરિયા રોટરી મેડિકલ સર્વિસીસના ચીફ ફિઝિશયન ડૉ. એસ. એસ. સિંઘ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, WHO નો ઉદેશ્ય વિશ્વમાં ફેલાતા વિવિધ પ્રકારના રોગો પર કઈ રીતે નિયંત્રણ લાવવું, તેના ઉપાયો શોધવા, તેમજ વિકસિત દેશોની મદદથી અવિકસિત દેશોમાં સંકલન સાધી આરોગ્યક્ષેત્રે તમામ સેવાઓ પુરી પાડવી, એ માટે જરૂરી ગાઈડલાઈન આપવી વગેરે છે.

વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ફિઝિશયન એસ. એસ. સિંઘની ETV BHARAT સાથે ખાસ વાતચીત..

આ પણ વાંચો ઈન્ડિયન પબ્લિક હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા "વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે" નિમિત્તે સેમિનારનું આયોજન કરાયું

લોકો તંદુરસ્ત જીવન કઈ રીતે જીવી શકે તે અંગે વિચાર મંથન

આ માટે દર વર્ષે ખાસ થીમ સાથે આ દિવસની ઉજવણી કરી આખું વર્ષએ ઉદેશ્ય સાથે વિશ્વના વિવિધ દેશોમાં કામ કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખી WHO એ સતત જરૂરી ગાઈડલાઈન પુરી પાડી છે. આ વર્ષની થીમ પણ વિશ્વને સુંદર તંદુરસ્ત બનાવવા માટેની છે. જેનું સ્લોગન 'Building a Fairer, Healthier world' છે. જેને અનુરૂપ આ આખું વર્ષ કામગીરી કરવામાં આવશે. જેમાં અમીર દેશોની મદદથી ગરીબ દેશોમાં આરોગ્યને લગતી સેવા પૂરી પાડવામાં આવશે. જેમાં વિવિધ રોગોનો અટકાવ કઈ રીતે કરવો, લોકો તંદુરસ્ત જીવન કઈ રીતે જીવી શકે તે અંગે વિચાર મંથન કરવામાં આવશે.

અન્ય દેશોની સરખામણીએ ભારતની હેલ્થકેર સિસ્ટમ આધુનિક બનાવવી જરૂરી

ડૉ. સિંઘ આરોગ્ય ક્ષેત્રે ભારતની સ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારત અન્ય દેશોની તુલનાએ હજુ વિકાસ પામતો દેશ છે. ભારતમાં મેલેરિયા, ટાઇફોઇડ જેવા કેસનું પ્રમાણ વધુ છે સાથે જ આપણી હેલ્થકેર સિસ્ટમ પણ જોઈએ તેટલી આધુનિક નથી. જ્યારે તેની સરખામણીએ અન્ય વિકાસશીલ દેશોમાં શુદ્ધ પાણી, શુદ્ધ વાતાવરણ, સેનેટાઈઝેશન, વેક્સિનેશન, ન્યુટ્રીશન જેવા અસરકાર પગલાં સાથે આવા રોગોના પ્રમાણ પર કાબુ મેળવી લેવામાં તેઓ સફળ થયા છે.

આ પણ વાંચોઃ મૌખિક સ્વાસ્થ્યને અવગણશો નહીં: વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ

સરકારના પ્રયાસોથી અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવા સુલભ બની છે

ભારતએ દ્રષ્ટિએ આરોગ્યક્ષેત્રે મઝધારે બાથ ભીડતો દેશ છે. અહીં જેમ અન્ય રોગો પર કાબુ મેળવાયો નથી. એવી જ રીતે વિશ્વમાં જોવા મળતા બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હાર્ટ એટેક, કેન્સર, અકસ્માતો જેવા ગંભીર ખતરા સામે પણ લડી રહ્યો છે. ભારતમાં હાલના શહેરીકરણને કારણે પણ બીમારીઓમાં વધારો થયો છે. જેને અટકાવવા માટે સરકાર બનતી કોશિશ કરી રહી છે. કેટલાક શહેરોમાં આરોગ્યની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે આરોગ્ય સેવા સુલભ બની છે. તેમ છતાં હજુ કેટલાય શહેરો-ગામડાઓ આવી સેવાનો લાભ લઇ શક્યા નથી.

કોરોના વેક્સિનની શોધ કરી અન્ય દેશોને કોરોના સામે રક્ષણ મેળવતા કર્યા છે.

સરકારે ગરીબ દર્દીઓને મદદરૂપ થવામાં યોજના, આયુષ્યમાન યોજના અમલમાં મૂકી છે. જેનાથી વાપી સહિતના શહેરોમાં અનેક ગરીબ દર્દીઓને સારી સારવાર મળી છે. કોરોના સમયમાં પણ સરકારે ખૂબ જ સારૂ કાર્ય કર્યું છે. દેશમાં વેક્સિનની શોધ કરી અન્ય દેશોને કોરોના સામે રક્ષણ મેળવતા કર્યા છે, ત્યારે આ વર્ષે World Health Organisation દ્વારા વિશ્વને તંદુરસ્ત રાખવાની જે Building a Fairer Healthier World ની થીમ પસંદ કરી છે. તેમાં ભારત પણ સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રગતિ કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details