ભુજઃ ડો.રાજુલ દેસાઈના જણાવ્યા પ્રમાણે, સમગ્ર ઘટનામાં દીકરીઓ સાથેની મુલાકાત સંચાલકો સાથે ચર્ચા અને સમગ્ર તપાસની વિગતો મેળવ્યા બાદ એટલું સ્પષ્ટ થયું છે, કે દીકરીઓમાં આજે ૨૧મી સદીમાં પણ માસિક ધર્મ બાબતે જાગૃતિનો અભાવ છે અને તેથી જ રાષ્ટ્રીય મહિલા આયોગ આગામી સમયમાં આવા જાગૃતિ સેમિનાર માટે અને દીકરીઓની જાગૃતિ માટે ચોક્કસ કાર્ય કરશે.
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલ દેસાઈ સાથે etv ભારતની ખાસ વાતચીત - રાજુલા દેસાઈ etv ભારત સાથે ખાસ વાતચીત
ભુજમાં સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ કોલેજમાં માસિક ધર્મની ચકચારી ઘટનાના તપાસ માટે આજે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ભુજ પહોંચી હતી. કોલેજના વિવાદના મુદ્દે તપાસ કરવા માટે આજે ભુજ પહોંચેલા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલ દેસાઈ etv ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
ભુજ
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશની કોઈપણ શૈક્ષણિક સંસ્થા હોય પોતાના ધર્મ કે પોતાની નીતિઓ માસિક ધર્મ સહિતના મુદ્દે આ રીતે કોઈપણ દીકરી ઉપર લાદી શકે નહીં અને તેથી જ ખાસ કરીને શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં UGC સહિતના વિવિધ કમિશનના ચોક્કસ નીતિનિયમો છે, તેને પાડવા ફરજિયાત છે. આ બાબતે પણ અમારા અહેવાલમાં આવરી લેવામાં આવશે.