વલસાડ : શહેરના નાની મહેતવાડ વિસ્તારમાં રહેતા ધનસુખલાલ પારેખ નાનપણથી તેમના આ ભુવાજી જેવો ગણદેવી ખાતે રહેતા હતા. તેઓ પણ સાહિત્ય સર્જક હતા અમૃતલાલ પારેક તેમની પાસેથી તેમને ગળથૂથીમાં સાહિત્યસર્જનની કલાનો વારસો મળ્યો છે, તો સાથે સાથે તેઓ વલસાડ આવ્યા બાદ સાહિત્યજગતમાંનું છેલ્લું નામ એટલે કવિ ઉશનસ તેમની પાસેથી પણ તેમણે માર્ગદર્શન મેળવ્યું હતું. જે બાદ તેમણે લખવાની શરૂઆત કરી તેમનું બાળસાહિત્યનું પ્રથમ પુસ્તક તારી મારી દોસ્તી પ્રકાશિત થતા કવિ ઉશનસે અને તેની પ્રસ્તાવના લખી હતી.
વલસાડના બાળ સાહિત્ય સર્જકની વિશેષ સિદ્ધિ સાદગી સ્વચ્છતા અને નાના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવતા સર્જક ધનસુખલાલ પારેખે અત્યાર સુધીમાં 25થી વધુ પુસ્તકો લખ્યા છે. જે પૈકીની ચોકલેટનો ડુંગર નામનું પુસ્તક અને પાંદડે પહેર્યા પતંગિયા આ બંને પુસ્તકોને સાહિત્ય અકાદમી તરફથી વિશેષ પારિતોષિક પણ મળ્યા છે.લૉકડાઉન દરમિયાન પણ એ પુસ્તક તેમણે બે મહિનામાં લખી નાખ્યું છે.
બાળકના મનનો વિકાસ માટે બાળસાહિત્ય ખૂબ જ જરૂરી છે તેઓ જણાવે છે કે, બાળકના મનનો વિકાસ માટે બાળસાહિત્ય ખૂબ જ જરૂરી છે. બાળસાહિત્યએ બાળપણમાં જીવન જીવવાનો સંભારણું બની રહે છે. અત્યાર સુધીમાં તેમણે લખેલા પુસ્તકો પૈકીનાબાળસાહિત્યમાં તારી મારી દોસ્તી, દૂધ પૌવા, લાડુ ખાવાની મજા, ભમ દઈને ભૂસકો, હિચકે જુલે ચકીબાઈ, અને ડમ ડમ ડિગા ડિગા, જેવા અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. તે બાળકોને આ આકર્ષે તેવા છે.
બાળકના મનનો વિકાસ માટે બાળસાહિત્ય ખૂબ જ જરૂરી છે ધનસુખલાલ પારેખે જણાવ્યું કે, હાલમાં દરેક સ્થળ ઉપર જ્યાં અંગ્રેજીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે એવા સમયમાં બાળસાહિત્ય માટે પુસ્તકો છપાવવાની પણ ખૂબ જ અઘરું કામ છે કેટલાક પ્રકાશન કરો ગુજરાતી બાળસાહિત્યના પુસ્તકો છાપવા માટે પણ જલ્દી તૈયાર થતા નથી, પરંતુ જ્યારે તેમને કહેવામાં આવે છે. 250થી 500 પુસ્તકો તેઓ (છપાવનાર)ખરીદશે તે બાદ જ આવા પુસ્તકો છાપવામાં આવી રહ્યા છે. જો કે તેનાથી ગુજરાતી બાળ સાહિત્ય સર્જકોને કોઈ અસર પડે તેમ નથી, પરંતુ પ્રકાશન માટેની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.
વલસાડના બાળ સાહિત્ય સર્જકની વિશેષ સિદ્ધિ