સુંદર દરિયાકાંઠો ધરાવતા અને માછીમારીના બંદર તરીકે જાણીતા નારગોલ ગામના દરિયા કિનારા નજીક અન્ય ઝાડ-વનસ્પતિમાંથી ગેબી અવાજો સંભળાય રહ્યાં છે. આ અવાજને કારણે ગામલોકોમાં કુતુહલ સર્જાયું છે. ગામમાં મરીન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે સંભળાતો આ અવાજ એકધારો આવી રહ્યો છે. જેથી લોકોમાં ગભરાટ પણ જોવા મળી રહ્યો છે.
નારગોલના દરિયા કિનારે ગેબી અવાજો સંભળાતાં લોકોમાં કુતુહલ - valasad
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે મંગળવારના રોજ વહેલી સવારથી જમીનમાંથી ગેબી અવાજ સંભળાઇ રહ્યો છે. જેથી ગ્રામજનોમાં કૂતુહલ જોવા મળી રહ્યું છે. તો જંગલ વિસ્તાર નજીક હોવાથી ગ્રામજનોએ સજાગતા દાખવી તપાસ પણ હાથ ધરી છે.
નારગોલના દરિયા કિનારે ગેબી અવાજો સંભળાતાં, લોકોમાં કુતુહલ
આ અવાજ જંગલ વિસ્તારમાંથી આવે છે, જેની નજીક જ દરિયા કિનારો છે. માટે કોઇ હોનારત ન સર્જાઇ તે માટે ગામલોકોએ અવાજ અંગે તપાસ હાથ ધરી છે.