વલસાડઃ આજે ગુરુવારની સવારે સિદ્ધાશ્રમ ખાતે ડૉ. રાજ રાજેશ્વર ગુરુજીના માર્ગદર્શન હેઠળ સિદ્ધાશ્રમના અનુયાયી સેવકો સાથે દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર નરેશભાઈ રામાનંદી સાથે વાપીના સમાજસેવી કિર્તીભાઇ જૈન તેમજ હિન્દુ યુવા વાહિની વલસાડના જિલ્લા અધ્યક્ષ આયુષ પટેલ, જિલ્લા પ્રચારક અરવિંદ યાદવ, વિશ્વ હિન્દુ પરિષદ નવસારીના સંગઠન મંત્રી ભવનભાઇ ભંડારીના હસ્તે પવિત્ર માટી જે પરડેશ્વર મંદિરની પાછળના ભાગે આવેલા બીલી અને ઓદુમ્બરના વૃક્ષનીચેની પવિત્ર માટી શાસ્ત્રોક્ત વિધિ મુજબ કળશમાં ભરી અયોધ્યા શ્રી રામજન્મભૂમિ પર મોકલવામાં આવી છે.
રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે વલસાડના પરદેશ્વર મહાદેવ મંદિરની માટી અયોધ્યા મોકલાઇ
5 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. ત્યારે દેશભરના અનેક મંદિરોથી પવિત્ર માટી અયોધ્યા મોકલવામાં આવી રહી છે. વલસાડના વાઘલધરા સ્થિત ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરમાં આવેલા પરદેશ્વર મહાદેવ મંદિરની પવિત્ર માટી પણ અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ માટે મોકલવામાં આવી છે. માટી સાથે એક ચાંદીનો સિક્કો પણ વાપીના સમાજસેવી કિર્તીભાઇ જૈન દ્વારા મોકલવામાં આવ્યો છે.
પર્દેશ્વર્ મહાદેવ મંદિર
નોંધનીય છે કે, રામલલ્લા મંદિરની સમગ્ર ભારતના લોકો બાંધકામની રાહ જોઈ રહ્યા હતા અને સમગ્ર ભારત ભરમાંથી તેના બાંધકામ માટે ઈંટ અને પથ્થરો મોકલાઈ રહ્યા છે ત્યારે વલસાડ માટે પણ ગર્વ લેવા જેવી બાબત છે કે, વાઘલધરા ખાતેના પારડેશ્વર મહાદેવ મંદિરની માટી અયોધ્યા શ્રી રામમંદિરના બાંધકામમાં ઉપયોગમાં લેવાશે.