ગુજરાત

gujarat

By

Published : May 3, 2020, 12:13 AM IST

ETV Bharat / state

કર્ણાટકથી ભીલાડ આવેલા 3 જમાતીની SOGએ અટકાયત, હોમ ક્વોરનટાઈન કરાયા

ઉમરગામ તાલુકાના ભિલાડથી લોકડાઉન અગાઉ ત્રણ જમાતી ઈસમો કર્ણાટકના ગડગ ખાતે ગયા હતા અને હાલના લોકડાઉનના સમયે તેઓ ફરી ભીલાડ પરત ફર્યા હોવાની SOGની ટીમને બાતમી મળતા બાતમીને આધારે ભીલાડના એવરસાઇન પાર્ટી પ્લોટમાંથી ત્રણેય જમાતી ઈસમોને ઝડપીને તેઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

ETv Bharat
valsad


વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડથી લોકડાઉન અગાઉ ત્રણ જમાતી ઈસમો કર્ણાટકના ગડગ ખાતે ગયા હતા. અને હાલના લોકડાઉનના સમયે તેઓ ફરી ભીલાડ પરત ફર્યા હોવાની SOGની ટીમને બાતમી મળતા બાતમીને આધારે ભીલાડના એવરસાઇન પાર્ટી પ્લોટમાંથી ત્રણેય જમાતી ઈસમોને ઝડપીને તેઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.

ઉપરોક્ત બાબતે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતેથી લોકડાઉન અગાઉ 18 એપ્રિલના રોજ અયાન ઈમ્તિહાઝ, સમર સકુર ખાન અને ઈમ્તિયાઝ યુનુસખાન કર્ણાટકના ગડગ ખાતે ગયા હતાં, ત્યારે હાલે કોરોના વાઈરસની મહામારી હોવાની જાણ હોવા છતાં તેમજ લોકડાઉન હોવા છતાં તેઓ કર્ણાટક રાજ્યમાંથી વાહન મારફતે વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવીને ભીલાડના સકુર ખાનનો સંપર્ક કરીને તેના ભીલાડ પશ્ચિમે બજારમાં આવેલા એવેરસાઈન ઇન પાર્ટી પ્લોટમાં રોકાયા હતાં.

આ અંગે એસ.ઓ જી.ની ટીમને બાતમી મળતાં તેઓએ ઉપરોક્ત હકીકતને આધારે તપાસ કરી તે જમાતીની અટક કરી મેડિકલ ટીમને જાણ કરી 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details