ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ભવાની એમ્બ્યુલન્સ ગૃપની સમાજિક સેવા, પીએમ બાદ 5 મૃતદેહને ઘર સુધી પહોંચાડ્યા

વલસાડ સુગર ફેકટરી નજીક શુક્રવારના રોજ બનેલી ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પાંચેય મૃતકનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા ગણદેવી ધારાસભ્ય પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ શહેર પ્રધાન સહિત અનેક લોકો વલસાડ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા..

By

Published : Sep 6, 2020, 8:10 AM IST

ભવાની એમ્બ્યુલન્સ
ભવાની એમ્બ્યુલન્સ

વલસાડ : જિલ્લામાં હાઇવે સુગર ફેકટરી પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા.આ 5 મૃતકોના મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા ગણદેવીના ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ વલસાડ પહોંચ્યા હતા.

ભવાની એમ્બ્યુલન્સ

જો કે, પરિવારમાં માત્ર એક માતા અને એક ભાઈ હવે બચ્યા છે. તેમજ પાંચે મૃતકને ઘરે લઈ જવા કેવી રીતે તે અંગે પ્રશ્ન હતો પણ દર વખતે માનવતા ભર્યા કાર્યમાં હંમેશા સહયોગ આપનાર જય ભવાની એમ્બ્યુલન્સ ગૃપ દ્વારા ત્રણ એમ્બ્યુલન્સમાં 5 મૃતકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ બાદ એમના ઘર સુધી લઇ જવા માટે સેવા પૂરી પાડી હતી.

ભવાની એમ્બ્યુલન્સ

મૃતકોના મૃતદેહ ઘર સુધી લઈ જવા કોઈ આગળ આવ્યું ન હતું. એવી સ્થિતીમાં એમ્બ્યુલન્સની સેવા આપતા ભવાની એમ્બ્યુલન્સ પરિવાર દ્વારા ગણદેવી સુધી 5 મૃતકોને ઘર સુધી પહોંચતી કરવા ત્રણ જેટલી એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક આપીને માનવતાના દર્શન કરાવ્યા હતા.

ભવાની એમ્બ્યુલન્સ

મહત્વનું છે, વલસાડ સિવિલમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક સેવા આપતા જય ભવાની એમ્બ્યુલન્સ પરિવાર દ્વારા કરવામાં આવેલી કામગીરી જે ગણદેવીથી આવેલા પાલિકા પ્રમુખ અને પ્રધાને પણ સરાહનીય હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details