વલસાડ: જિલ્લામાં કોરોનાને લઈ દરેક સ્થળે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું સસ્તા અનાજની દુકાનદારોને જણાવવામાં આવ્યું છે. છતાં કપરાડામાં આજે પ્રથમ દિવસે જાણે ખુદ દુકાનદારોએ જ આ કડક નિયમોને નેવે મૂકી કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ રેશનકાર્ડની દુકાનમાં અનાજ લેવા લોકોના ઘાડેધાડા ઉમટી પડ્યા હતા.
આજે 1 એપ્રિલથી ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે લોકોની ફિકર કરતા દરેક પરિવારને અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમા અંત્યોદય યોજના હેઠળ ઘઉં, ચોખા, દાળ, ખાંડ, તેલ જેવી જરૂરી કરીયાણું મફતમાં આપવાની જાહેરાતને પગલે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.