ગુજરાત

gujarat

ETV Bharat / state

રોડ છે કે સ્વીમીંગ પુલ ! વલસાડના હાઈવે પર વરસાદ આવતા મોટા ગાબડા પડ્યા

વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢાથી કપરાડા સુધી જતો માર્ગ હાલ વરસાદને પગલે ધોવાઈ જતા રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને કારણે અનેક વાહનો બંધ જઈ જાય છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. જો કે રસ્તા પર પડેલા ખાડાઓને કારણે જોગવેલ ગામ નજીક એક તરફની લેન બંધ કરવાની ફરજ પડી છે.

વલસાડના નાનાપોઢા નાસિક સ્ટેટ હાઇવે પર સર્જાયા નાના તળાવો

By

Published : Jul 11, 2019, 9:34 AM IST

વલસાડ હોય કે વાપી બંનેની GIDCમાંથી નાસિક જવા માટે અનેક ટ્રકો અને ભારે વાહનો કપરાડા તાલુકાના નાનાપોંઢા થઈને સુથારપાડા થઈ નાસિક જવા માટે સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરે છે. જોકે અવારનવાર પડતા ખાડાઓને કારણે વાહનચાલકો ખૂબ જ પરેશાન થતા હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વરસાદમાં જ એટલી હદે મોટા ખાડા પડી ગયા છે, જાણે કે રોડ પર નાના-નાના તળાવો સર્જાયા હોય. જેના કારણે ઠેર-ઠેર આ સ્ટેટ હાઈવે પર અનેક વાહનો ખરાબ થઈ જાય છે અને માર્ગની વચ્ચે આ વાહનો પડી રહેતા આવતા જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વલસાડના નાનાપોઢા નાસિક સ્ટેટ હાઇવે પર સર્જાયા નાના તળાવો

આ વખતે પડેલા મસમોટા ખાડાઓને કારણે કપરાડા નજીકના જોગવેલ ગામમાં મોટા ખાડાઓને લઈને એક ટ્રક બંધ પડી ગયો હતો. જેના કારણે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે આવતા જતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ માર્ગનો ઉપયોગ નાસિક જતા મોટાભાગના શાકભાજીના વેપારીઓ કરતા હોય છે. ત્યારે આ રસ્તો બંધ થવાથી તેઓની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details