ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના એક ગામમાં અવાવરું જગ્યામાંથી મળ્યું હાડપિંજર, મહિલાઓ ડરી ગઈ ને પોલીસને કરી જાણ - પારડી પોલીસ મથક

વલસાડના ગોયમા ગામમાં ખેતરવાળી જગ્યામાં એક હાડપિંજર મળી (skeleton found in valsad) આવતા દોડધામ મચી હતી. અહીં મહિલાઓ લાકડા વીણવા ગઈ હતી. ત્યારબાદ તેમણે આ હાડપિંજર જોતા પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે (valsad Police Investigation ) આ મામલે તપાસ શરૂ કરી છે.

વલસાડના એક ગામમાં અવાવરું જગ્યામાંથી મળ્યું હાડપિંજર, મહિલાઓ ડરી ગઈ ને પોલીસને કરી જાણ
વલસાડના એક ગામમાં અવાવરું જગ્યામાંથી મળ્યું હાડપિંજર, મહિલાઓ ડરી ગઈ ને પોલીસને કરી જાણ

By

Published : Dec 6, 2022, 3:59 PM IST

વલસાડજિલ્લામાં પારડી તાલુકાના ગોયમાં ગામમાં મૈના ફાર્મની બાજુમાં નોર્થ લખમીપુર ટ્રાન્સમિશન કંપની પાવર પ્રોજેકટની (North Lakhmipur Transmission Company) ખેતરવાળી જગ્યા આવેલી છે. અહીં નહેરની બાજૂમાં કચરો સળગાવ્યા બાદ મહિલાઓ લાકડા વીણવા (skeleton found in valsad) ગઈ હતી. તે દરમિયાન મહિલાઓએ અહીં એક હાડપિંજર પડેલું જોતા ચકચાર મચી હતી. ત્યારે પોલીસે આ હાડપિંજર કોનું છે કેવીરીતે આવ્યું તે અંગે તપાસ શરૂ કરી હતી. સાથે જ અનેક સવાલો ઊઠી રહ્યા છે.

મૃતકે જીન્સ અને પહેરેલ ચેઈન મળીસ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ, આ હાડપિંજર (skeleton found in valsad) કોઈ પુરૂષનું હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. કારણ કે, સ્થળ ઉપરથી જીન્સનું પેન્ટ અને ગળામાં પહેરેલ ચેઇન તેમ જ ગણેશજીનું લોકેટ મળી (Valsad Crime News) આવ્યું હતું.

મૃતકે જીન્સ અને પહેરેલ ચેઈન મળી

ચોમાસામાં કમર સુધીનું ઘાસ ઊગી નીકળે છેનોંધનીય છે કે, ચોમાસા દરમિયાન અહીં પુષ્કળ પ્રમાણમાં ઘાસ છેક કમર સુધીની ઊંચાઈ સુધી ઊગી નીકળતું હોય છે. એટલે કોઈ તે તરફ જતું નથી. એવા જ સમયે કોઈએ આ મૃતકની હત્યા કરી તેના મૃતદેહને ફેંકી દીધું કે પછી કોઈ કારણસર તેણે આત્મહત્યા કરી જેવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે.

કોઈ આ વિસ્તારમાં જતું નથીપોલીસ સ્થળ (valsad Police Investigation) ઉપર પહોંચી ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જ્યાં હાડપિંજર (skeleton found in valsad) મળ્યું છે. એ સ્થળે ઘાસ હોવાથી જલ્દીથી કોઈ જતું નથી. એટલે કચરો સાફ કરવા તેમાં આગ લગાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચરો સળગાવી દેવામાં આવ્યો હતો. તેમ જ મહિલાઓ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે આ હાડપિંજર દેખાયું હતું.

મહિલાઓ ડરી ગઈઆ હાડપિંજરને (skeleton found in valsad) જોતા મહિલાઓ ડરી ગઈ હતી અને સરપંચ ને પછી પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ PSI રોહિત પી દોડીયા ઘટનાસ્થળે પહોંચ્યા (Valsad Crime News) હતા.

વધુ તપાસ માટે હાડપિંજરને ફોરેન્સિક લેબ સુરત મોકલાયુંપારડી પોલીસ મથકના (Pardi Police Station) PI મયૂર પટેલના જણાવ્યા મુજબ, ઘટનાની ગંભીરતા જોતા મૃતક કોણ છે અને તેનું મોત કઈ રીતે થયું તેની જાણકારી માટે ફોરેન્સિક લેબ સુરત (Forensic Lab Surat) ખાતે હાડપિંજર મોકલાયું છે, જે તપાસ બાદ જ હકીકત બહાર આવે એમ છે. જોકે, અહીં સ્થળ ઉપર ખેતરમાં કમ્પાઉન્ડ છે. વળી રખેવાળ પણ અહીં જ રહે છે. એટલે હાલ તો એવું માનવામાં આવી રહ્યું છે કે, કોઈ વ્યક્તિનું (valsad Police Investigation) કુદરતી મોત થયું હોય શકે, પરંતુ હકીકત ફોરેન્સિક વિગતો આવ્યા બાદ (Valsad Crime News) જ જણાઈ આવશે.

ABOUT THE AUTHOR

...view details