વલસાડઃ સામાન્ય રીતે ચેટીચાંદની ઉજવણી વલસાડ શહેરમા ઝુલુસ અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ કોરનાને લઈને શહેરમાં લાગેલી 144ની કલમને ધ્યાને રાખી તેમજ વડાપ્રધાનની વાતનું માન રાખીને સિંધી સમાજ વલસાડ દ્વારા ચેટીચાંદની ઉજવણી તમામ સિંધી પરિવારોએ ઘરે રહીને કરી હતી.
સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસ જેવા રોગને લીધે લોકો ઘરની બહાર જવાનું ટાળે છે. ત્યારે વલસાડ સિંધી સમાજ દ્વારા પણ દર વર્ષે વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે જુલેલાલ શોભાયાત્રા કાઢવામાં આવે છે. ચેટીચંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા કોરોના વાઈરસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને સમર્થન આપી સમગ્ર સિંધી સમાજે શોભાયાત્રાનું આયોજન સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવ્યું હતું, અને ઘરમાં જ પરિવાર સાથે ઝૂલેલાલ ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.