ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરના બરૂમાળ ખાતે 5 દિવસીય શ્રી લક્ષ્મીનારાયણ મહયજ્ઞ યોજાશે - લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા બરૂમાળમાં ભાવભાવેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અષ્ટ ધાતુમાંથી બનેલા આ મહાદેવ મંદિરના દર્શનાર્થે અનેક ભક્તો આવે છે. આ મંદિરનું નિર્માણ સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. શિવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે તારીખ 12 ફેબ્રુઆરી 2020થી 16 ફેબ્રુઆરી 2020 સુધી શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષી મંગળવારે ધરમપુરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Shri Laxminarayan Mahayag 100 Kundi Yagna will be held at Barumal in Dharampur
5 દિવસીય શ્રી લક્ષ્મીનારાયણ મહયાગ 100 કુંડી યજ્ઞ યોજાશે

By

Published : Feb 12, 2020, 5:18 AM IST

વલસાડઃ ધરમપુર નજીક આવેલા બરૂમાળ ખાતે ભાવભાવેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સ્વામી વિધાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. નજીકના સમયમાં આવી રહેલા શિવરાત્રીના પર્વને અનુલક્ષીને સદગુરૂ ધામ બરૂમાળ ખાતે સ્વામી વિધાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

5 દિવસીય શ્રી લક્ષ્મીનારાયણ મહયાગ 100 કુંડી યજ્ઞ યોજાશે

આ યજ્ઞમાં સો કુંડી યજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. તારીખ 12 ફેબ્રુઆરી 2020થી તારીખ 16 ફેબ્રુઆરી 2020 સુધી પાંચ દિવસ ચાલનારા આ શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞમાં સમગ્ર ભારતમાંથી અનેક સાધુ-સંતો અને મહંતો હાજરી આપશે. જે માટેની સંપૂર્ણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

5 દિવસીય શ્રી લક્ષ્મીનારાયણ મહયાગ 100 કુંડી યજ્ઞ યોજાશે

યજ્ઞ માટે યજ્ઞશાળા તેમજ સો કુંડી તૈયાર કરવામાં આવી છે. તેમજ વિશાળ યજ્ઞ મંડપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ યજ્ઞના દર્શનાર્થે આવનારા ભક્તો માટે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરીથી શરૂ થનારા શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ માટે મંગળવારે ધરમપુર લક્ષ્મીનારાયણ મંદિરથી બરૂમાળ સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

5 દિવસીય શ્રી લક્ષ્મીનારાયણ મહયાગ 100 કુંડી યજ્ઞ યોજાશે

આ શોભાયાત્રામાં આદિવાસી સમાજના પરંપરાગત વાદ્યો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધરમપુર નગરના વિવિધ વિસ્તારોમાં ફરી આ શોભાયાત્રા સાંધ્યાકાળે બરૂમાળ પરત ફરી હતી.

5 દિવસીય શ્રી લક્ષ્મીનારાયણ મહયાગ 100 કુંડી યજ્ઞ યોજાશે

ઉલ્લેખનીય છે કે, સદગુરૂ ધામ બરૂમાળ ખાતે આવેલું ભગવાન ભાવભાવેશ્વરનું શિવલિંગ અષ્ટ ધાતુ નિર્મિત છે. જેના દર્શનાર્થે દેશ વિદેશથી લોકો અહીં આવે છે.

સ્વામી વિધાનંદ સરસ્વતી મહારાજના જણાવ્યા અનુસાર છે કે, ભારતમાં જ્યાં બાર જ્યોતિર્લિંગો છે, ત્યાં સદગુરૂ ધામ બરૂમાળ ખાતે સ્થાપિત કરવામાં આવેલુ ભાવભાવેશ્વર ભગવાનનું આ તેરમું જ્યોતિર્લિંગ છે.

ABOUT THE AUTHOR

...view details