સેલવાસ અને ગુજરાતના વાપીની વચ્ચે આવેલ લવાછા ગામના રામેશ્વર મહાદેવ મંદિરનું પ્રાંગણ હાલ શ્રાદ્ધના શ્લોકથી ગુંજી રહ્યું છે. અહીં નજીકમાં જ દમણગંગા નદી પસાર થતી હોવાથી હજારો લોકો શ્રાદ્ધ પખવાડિયામાં પિતૃઓના શ્રાદ્ધ માટે આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરી પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે.
શ્રાદ્ધ પક્ષઃ 'પું' નામના નર્કમાંથી પિતૃઓને તારે તે જ પુત્ર કહેવાય - હિન્દુ શાસ્ત્રમાં શ્રાદ્ધનું અનેરું મહત્વ
વાપીઃ હિન્દુ શાસ્ત્રમાં શ્રાદ્ધનું અનેરું મહત્વ હોવાથી ભાદરવી પૂનમથી અમાસ સુધીના 16 દિવસ પિતૃ શ્રાદ્ધ માટે વર્ણવાયા છે. આ દિવસોમાં હિન્દુ પરિવારો પિતૃ તર્પણ અને પિંડદાન કરી પોતાના પિતૃઓને સદગતી અપાવી તેમની કૃપાદ્રષ્ટિ મેળવે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની ગંગા કહેવાતી દમણગંગા નદી કિનારે શ્રાદ્ધ પખવાડિયામાં હજારો લોકો પિતૃઓના પિંડદાન માટે એકઠા થાય છે.
shradh week
હિન્દુ ધર્મના દરેક પરિવારના વ્યક્તિએ પોતાના મૃતક સ્વજનોનું તિથિ મુજબ શ્રાદ્ધકર્મ કરવાનું હોય છે. સાથે જ પિતૃ શ્રાદ્ધમાં બનાવેલ મીઠાઈ પકવાનને પશુ-પક્ષીઓ અને જળચર જીવોમાં પિતૃઓનો વાસ સમજી ભોજન કરાવવામાં આવે છે, પરંતુ આધુનિક પેસ્ટીસાઈડના જમાનામાં કાગડા ભાગ્યે જ જોવા મળે છે તેવો વસવસો બ્રાહ્મણો વ્યક્ત કરી રહ્યા છે.