ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડાના ખુંટલી ગામે શિવાજી મહારાજની જન્મ જયંતિ કાર્યક્રમ યોજાયો - latest news of Kaprada

ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કપરાડાના ખુંટલી ગામે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વિષેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ખુંટલીના સરપંચ, ગામના અગ્રણીઓ, યુવા કેન્દ્ર સંયોજકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ખૂટલી ગામે શિવાજી મહારાજની પુણ્યતિથિ
ખૂટલી ગામે શિવાજી મહારાજની પુણ્યતિથિ

By

Published : Feb 19, 2020, 4:03 PM IST

Updated : Feb 19, 2020, 4:33 PM IST

વલસાડઃ જિલ્લાના કપરાડાના ખુંટલી ગામે આવેલી પ્રાથમિક સ્કૂલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજીના ઇતિહાસ વિશે ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સહયોગ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. છત્રપતિ શિવાજીએ રાષ્ટ્રને કેવી ચિંતા કરીને લોકોને પ્રભાવિત કરીને એક ઈતિહાસ વિશે વિસ્તૃત સમજાવ્યું અને ભવિષ્યમાં યુવાનોમાં આ મહાપુરૂષોને હંમેશા યાદ રાખે અને યુવાનોમાં રાષ્ટ્ર ભક્તિની ભાવના જાગે એવા ઉદેશયથી આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ કપરાડા સંયોજક દ્વારા રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ રાખવાનું કારણ એ જ હતું કે, ક્યાંકને ક્યાંક મહાપુરૂષોને ભૂલી રહ્યા છે તો આવા છત્રપતિ શિવાજી મહારાજ જેવા કે અન્ય મહાપુરૂષોને પુનઃ યાદ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક દ્વારા ભવ્ય સંખ્યામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કપરાડાના ખૂટલી ગામે શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિતે કાર્યકમ યોજાયો

આ કાર્યક્રમ દરમિયાન શિવાજી મહારાજની તસ્વીર આગળ પુષ્પો અર્પણ કરીને સ્કૂલના વિધાર્થીઓ દ્વારા તેમજ સ્કૂલના શીક્ષકો દ્વારા શિવાજી મહારાજના મૂલ્યોને યાદ કર્યા હતા.

Last Updated : Feb 19, 2020, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details