ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં શરદ પૂનમે 151 ફૂટ લાંબી ચુંદડી યાત્રા નીકળશે

વલસાડઃ શહેરમાં શરદ પૂનમ દિવસે મા અંબાને ચુંદડી ચઢાવવાની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી હતી. જેને આ વર્ષે ચાલું રાખવામાં આવી છે. જિલ્લાની 40 સંસ્થાઓ એકઠી થઇ વિશાળ રેલી યોજીને માતાજીને ચુંદડી ચઢાવવાનું આયોજન કર્યુ છે. આ યાત્રા શરદ પૂનમના દિવસે બપોરે 3 કલાકે નીકળશે. જેમાં સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતતા લઇ આવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આયોજન કર્તાએ ચુંદડીની યાત્રાની જાણકારી આપી

By

Published : Oct 10, 2019, 2:01 PM IST

વલસાડ સર્કિટ હાઉસમાં વિશાળ ચુંદડી યાત્રા અંગે વાત કરતાં આયોજનકર્તા પ્રિતી પાંડેએ જણાવ્યું હતું કે, "વલસાડ શહેરમાં આગામી શરદ પૂનમના દિવસે બપોરે 3 કલાકે હાલાર ખાતેની પાણી ટાંકી નજીક આવેલાં પાદરવા દેવીના મંદિરે ચુંદડી યાત્રાનું આયોજન થશે. જેમાં જિલ્લાના દરેક કોમના લોકો જોડાશે. 151 ફૂટ લાંબી ચુંદડી મોટા બજારમાં આવેલા અંબા માના મંદિરે ચઢાવવામાં આવશે. માર્ગમાં આ ચુંદડીનું સ્વાગત ઝૂલેલા મંડળ અને મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવશે. આમ, આ યાત્રા કોમી એક્તાને ઉત્તમ ઉદાહરણ સાબિત થશે."

આયોજન કર્તાએ ચુંદડીની યાત્રાની જાણકારી આપી

આ યાત્રામાં સ્વચ્છતા અભિયાનનું વિશેષ આોયજન કરાયું છે. જેમાં વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ બંધ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે વિવિધ બેનરો સાથે લોકો યાત્રામાં જોડાશે. આ કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્ય પ્રધાન રમણલાલ પાટકર વિશેષ મહેમાન તરીકે હાજર રહેવાની માહિતી આયોજનકર્તાએ આપી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details