તેહવારના પગલે વલસાડમાં પોલીસવડા નેજા હેઠળ શાંતિ સમિતિ બેઠક યોજાઈ
વલસાડ: આવનાર ગણેશ ચતુર્થી અને મોહરમ તહેવાર પર્વને ધ્યાને લઇ આ તહેવાર શાંતિમય ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુસર વલસાડના મોરાજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા શાંતિસમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્થાનિકો દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ કાયદાના પાલન સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તે બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા.
તેહવારોના પગલે વલસાડમાં પોલીસવડા નેજા હેઠળ શાંતિ સમિતિ બેઠક યોજાઈ
આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ અને મોહરમના તહેવારને લઈને શાંતિપૂર્ણ માહોલમાં બંને તહેવારોની ઉજવણી કરાય તેવા હેતુથી વલસાડના સ્થાનિક અગ્રણીઓ સાથે મંડળો સાથે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિસર્જન દરમિયાન મુખ્ય માર્ગો ઉપર વાહન વ્યવહારને ડાઈવરઝન આપવામાં આવે માર્ગમાં પડેલા ખાડા દૂર કરવામાં આવે તેવું સ્થાનીકો દ્વારા સૂચન કરાયું હતું.