વલસાડની સેવન ઇલેવન કંપનીમાં ભીષણ આગ, અંદાજે 5 કરોડનું નુકસાન - સેવન ઇલેવન કંપની
વલસાડ જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં ગુરુવારે સેવન ઇલેવન નામની કંપનીમાં ભીષણ આગ લાગતા 4થી 5 કરોડનું નુકસાન થયું છે. જો કે, આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ પાંચ કલાકની જહેમત બાદ આગ પર 11 જેટલા ફાયર બ્રાઉઝર વડે કાબૂ મેળવાયો હતો.
![વલસાડની સેવન ઇલેવન કંપનીમાં ભીષણ આગ, અંદાજે 5 કરોડનું નુકસાન આગમાં 5 કરોડનું નુકસાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8579429-137-8579429-1598528447091.jpg)
આગમાં 5 કરોડનું નુકસાન
સરીગામ: વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં પૂંઠાના બોક્સનો કલર બનાવતી સેવન ઇલેવન નામની કંપની છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. આ કંપનીમાં ગુરુવારે વહેલી સવારે 5થી 5:30 વચ્ચે ભીષણ આગ લાગી હતી. જેમાં કંપનીને અંદાજિત રૂપિયા 5 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
આગમાં 5 કરોડનું નુકસાન