ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીના સેવાભાવી યુવાન સંજયભાઈ બારીયાએ 100 મી વખત રક્તદાન કર્યું - વલસાડ લેટેસ્ટ ન્યૂઝ

પારડીમાં આવેલા માનવસેવા આરોગ્ય કેન્દ્ર સંચાલિત રક્તદાન કેન્દ્રમાં રક્તદાન શિબિર યોજાઇ હતી. જે રક્તદાન શિબિરમાં પારડીના સેવાભાવી યુવાન સંજયભાઈ બારીયાએ 100 મી વખત રક્તદાન કર્યું હતું.

પારડીના સેવાભાવી યુવાન સંજયભાઈ બારીયાએ 100 મી વખત રક્તદાન કર્યું
પારડીના સેવાભાવી યુવાન સંજયભાઈ બારીયાએ 100 મી વખત રક્તદાન કર્યું

By

Published : Dec 2, 2020, 10:52 AM IST

  • ઇમરજન્સીના સમયે પર રક્તદાન કરીને લોકોનું જીવન બચાવી રહેલા યુવાનોને અભિનંદન આપવામાં આવ્યા
  • દરેક સમાજના લોકોને રક્તદાન કરવા આહ્વાન
  • એક યુનિટ લોહી ત્રણ લોકોના જીવ બચાવી શકાય છે
  • લોકડાઉનના સમયમાં યુવાનોએ રક્તદાન કરી અનેક લોકોને જીવતદાન આપ્યું


વલસાડઃ પારડીમાં આવેલા માનવસેવા આરોગ્ય કેન્દ્ર સંચાલિત રક્તદાન કેન્દ્રમાં રક્તદાન શિબિર યોજાઇ હતી. જે રક્તદાન શિબિરમાં પારડીના સેવાભાવી યુવાન સંજયભાઈ બારીયાએ 100 મી વખત રક્તદાન કર્યું હતું.

જોકે યુવાનોએ લોકડાઉનથી હમણાં સુધી રક્તદાન કરીને લોકોના જીવ બચાવ્યા હોવાથી યુવાનોને અભિનંદન આપવામાં આવ્યા હતા. અહીં વહેલી સવારના રક્તદાન કેન્દ્રમાં માનવ સેવા આરોગ્ય કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયા માજી ચેરમેન ડોક્ટર કુરેશી સાથે ટ્રસ્ટી દિનેશભાઈ શાહ ચેતનભાઇ ચાંપાનેરી અશોકભાઈ ક્રિષ્નાની સાથે ડોક્ટરની ટીમ અને સેવાભાવી એવા અને અનીત ભાઈ બારીયા કલ્પેશ ભાઈ પરમાર તમામ લોકોએ રક્તદાન શિબિરની તૈયારી કરી હતી.

પારડીના સેવાભાવી યુવાન સંજયભાઈ બારીયાએ 100 મી વખત રક્તદાન કર્યું
રક્તદાન મહાદાન છે જે લોકોના જીવ બચાવી શકે છેરક્તદાન શિબિર શરૂ થયા બાદ પારડીના સેવાભાવી યુવાન સંજયભાઈ બારીયાએ રક્તદાન કર્યું હતું અને 100 મી વખત રક્તદાન કર્યા બાદ તેઓએ યુવાનોને આહ્વાન કર્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે. રક્તદાન થકી અન્ય ભાઈ-બહેનોના જીવન બચાવી શકાય છે, જેથી તમામ લોકોએ રક્તદાન કરવા જોઈએ અને અન્ય કોઈ વ્યક્તિને જીવન દાન આપવા જોઈએ એવું આહ્વાન કર્યું હતું, તો સાથે તેઓએ પારડીના યુવાનોના વખાણ કર્યા હતા.જરૂરિયાતના સમયે સમયસર રક્ત આપવા તેઓ હંમેશા આગળ આવે છેસતત ઇમરજન્સીના સમય પર રક્તદાન કરીને લોકોનું જીવન બચાવી રહ્યા છે. જેથી એમને અભિનંદન આપ્યા હતા સંસ્થાના ચેરમેન દિનેશભાઇએ યુવાનોને અભિનંદન આપ્યા હતા. દરેક સમાજના લોકોને ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને અન્ય ભાઈ - બહેનોના જીવ બચાવવા માટે આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ડો. લતેશભાઈ પટેલના પત્ની જાગૃતીબેન પટેલે રક્તદાન કર્યું હતું. તેઓએ પણ રક્તદાન મહાદાન આપીને તમામ લોકોને રક્તદાન કરવા માટે આહ્વાન કર્યું હતું. પારડી શહેર ભાજપના મહામંત્રી કેતનભાઇ પ્રજાપતિ તેઓએ આઠમી વખત રક્તદાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details