ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં સિનિયર ક્લાર્ક 10 હજારની લાંચ લેતા ઝડપાયો - વલસાડમાં સિનિયર ક્લાર્ક 10 હજારની લાંચ લેતા ઝડપાયો

વલસાડની હોટલના કમ્પાઉન્ડમાં દમણગંગા યોજના વિભાગ 1ના એકાંઉન્ટન્ટના કહેવાથી સિનિયર ક્લાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો હતો.

વલસાડમાં સિનિયર ક્લાર્ક 10 હજારની લાંચ લેતા ઝડપાયો
વલસાડમાં સિનિયર ક્લાર્ક 10 હજારની લાંચ લેતા ઝડપાયો

By

Published : Mar 20, 2020, 11:57 PM IST

વલસાડ: જિલ્લામાં આજે દમણગંગા યોજના વિભાગ નમ્બર 1 મધુબન કોલોની કરાડ ડીપીમાં કામ કરતો સિનિયર ક્લાર્ક LCB ના હાથે રૂપિયા 10 હજારની લાંચ લેેેતા ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ હતી. જો કે આ રકમ લેવા તેને વિભાગના એકાઉન્ટન્ટએ મોકલ્યો હતો તેવું જણાવ્યું હતું. જે બાદ ટીમ દ્વારા બંને સામે લાંચ લેવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

ફરીયાદીએ કાર્યપાલક ઇજનેરની કચેરી દમણગંગા યોજના વિભાગ નં. ૧ હસ્તકના બલીઠા ખાતે આવેલા ઓફિસમાં રેકોર્ડ રૂમ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે કામ ફરીયાદીએ પૂર્ણ કર્યું હતું જે કામના રૂપિય. ૧૪,૫૫,૬૪૯/- પૈકી ફરીયાદીને રૂપિયા ૧૦,૪૮,૦૫૭/- કાર્યપાલક ઇજનેરની કચેરી દમણગંગા મધુબન કોલોની જી.વલસાડ તરફથી ચુકવણી કરવામાં આવ્યા હતા અને રૂપિયા. ૪,૦૭,૫૯૨/- જેટલી રકમ લેવાના બાકી હતી.આ રકમનો ચેક મેળવવા તેઓ કાર્યપાલક ઇજનેરની કચેરીના એકાઉટન્ટના પાસે જતા રાજેશ કે ઝા એ રૂપિયા. ૧૦,૦૦૦/- ની લાંચ પેટેના નાણાંની માંગણી કરી હતી.જોકે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતો.

જે બાદ ફરીયાદીએ વલસાડ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા તેને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આ કામના આરોપી રાજેશ કે. ઝા. એ ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી અને તે લાંચની રકમ રૂપિયા ૧૦,૦૦૦/- આરોપી સિનિયર ક્લાર્ક રાકેશ દામોદર બચ્છાવને આપવા જણાવ્યું હતું અને આ લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી રાકેશ બચ્છાવને LCB ની ટીમે રંગે હાથે ઝડપી લીધો હતો.

સમગ્ર કેસમાં ટ્રેપીંગ અધિકારી તરીકે ડી.એમ.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ એ.સી.બી પો.સ્ટે.અને મદદમાં પી.ડી.બારોટ, પો.ઇન્સ. વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ અને એ.સી.બી. સ્ટાફ સમગ્ર કેસમાં સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ મદદનીશ નિયામક,એ.સી.બી. સુરત એકમ, સુરત દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.


ABOUT THE AUTHOR

...view details