ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરના કાલારામ મંદિર વિવાદ બાબતે નગરજનોએ કલેકટરને આવેદન પાઠવ્યું - Collector

ધરમપુરમાં આવેલા કાળા રામજી મંદિરની બાજુમાં આવેલી બે જર્જરિત વર્ષો જૂના રૂમ જ્યાં અનેક સંતો રાતવાસો કરીને ગયા હોય અને તેમના પવિત્ર પગલાના રૂમમાં હોય શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આ બંને રૂમો સરકાર પાસેથી દેખરેખ અને સમારકામ માટે માંગવામાં આવ્યા છે અને આ બંને રૂમો કબ્જે લેતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો છે અને સ્થાનિકોએ આ સમગ્ર બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવી શરત ભંગ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જોકે તેમ છતાં કોઈ કાર્યવાહી નહિ થતા આજે ધરમપુરના નગરજનો દ્વારા વલસાડ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી શરત ભંગ અંગે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

કાલારામ મંદિર વિવાદ બાબતે નગરજનોએ કલેકટરને આવેદન પાઠવ્યું
કાલારામ મંદિર વિવાદ બાબતે નગરજનોએ કલેકટરને આવેદન પાઠવ્યું

By

Published : Feb 27, 2020, 5:55 PM IST

વલસાડ : ઉલ્લેખનીય છે કે ૨૦ વર્ષથી ખાલી અને બંધ પડેલા રૂમમાં ઇ.સ 1900ના સમયમાં સતત 30 દિવસ સુધી અહીં શ્રીમદ રાજચંદ્રજી નિવાસ કર્યો હતો અને જેને અનુલક્ષીને તેમની કૃતિઓ અહીં રૂમમાં સચવાયેલી હોય અને આ રૂમની દેખરેખ માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી ૨૦ વર્ષથી આ બંધ રૂમને સમારકામ અને દેખરેખ માટે સરકારના પરિપત્ર લખીને માંગણી કરવામાં આવી હતી અને જેને અનુલક્ષીને સરકારે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રને કાયદેસર રીતે પરિપત્ર જાહેર કરીને સુપરત કરી છે.

કાલારામ મંદિર વિવાદ બાબતે નગરજનોએ કલેકટરને આવેદન પાઠવ્યું

જેને હાલમાં આ બંને રૂમોમાં સીસીટીવી કેમેરા તેમજ શ્રીમદ રાજચંદ્રની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર બાબતે સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવી પરિપત્રમાં લખવામાં આવેલી શરતોનો ભંગ થયો હોવાનું પણ જણાવી રહ્યા છે. જે બાબતે આજે ધરમપુર નગરના ગ્રામજનો મંદિરના ટ્રસ્ટી સહિત અનેક લોકો આજે વલસાડ કલેકટરને આવેદનપત્ર પાઠવીને શરત ભંગ અંગે પંચ કેસ કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.




ABOUT THE AUTHOR

...view details