વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલમાં રવિવારે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ તેમજ અન્ય 7 જેટલી સંસ્થાના સહયોગથી ઓર્ગેન ડોનેશન અંગે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવતા જીવ રક્તદાન અને મોત બાદ અંગ દાન અંગેની જાગૃતતા લોકોમાં લાવવા તેમજ લોકોમાં ફેલાઈ રહેલી ગેર માન્યતાઓ દૂર કરવા માટેની માહિતી સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશભાઈ માંડલવાલએ આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા વલસાડ રક્તદાન કેન્દ્રના યઝદી ઇટાલિયા બ્લડ ડોનેશન અંગે માહિતી આપી જ્યારે ચક્ષુદાન અંગે માહિતી ડો.રીટા પટેલએ આપી સી.પી આર અંગે માહિતી ડો. સંદીપ દેસાઈએ આપી બોડી ડોનેશન અંગેની માહિતી ડો. વિલાશે આપી જ્યારે ઓર્ગન ડોનેશન અંગે સુરતથી ઉપસ્થિત રહેલા નિલેશભાઈ માંડેલવાલાએ આપી જણાવ્યું કે, જ્યારે કોઈ એક બ્રેઇન ડેડ વ્યક્તિ ઓર્ગનનું દાન કરે છે. એમાંથી 9 વ્યક્તિને જીવતદાન મળી શકે છે.
વલસાડમાં અંગદાન જાગૃતિ અંગે સેમિનાર યોજાયો
વલસાડ: દર વર્ષે 27 નવેમ્બરે ભારતમાં ઓર્ગેન ડોનેશન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં દર વર્ષે જરૂરિયાત મંદ લોકોને ઓર્ગેન ન મળવાથી 10 હજાર લોકોના મોત થાય છે. લોકોમાં ફેલાયેલી ઓર્ગેન ડોનેશનની કેટલીક ગેરમાન્યતાઓ અને જરૂરી માહિતી તેમજ જાગૃતતા લાવવા વલસાડ ઉમિયા સોશિયલ ગૃપ દ્વારા રવિવારે વલસાડમાં જાગૃતતા સેમિનાર યોજાયો હતો. જેમાં સુરતના જાણીતા ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશભાઈએ માહિતી આપી હતી.
સમગ્ર ભારતમાં દર વર્ષે 10 હજાર લોકો ઓર્ગન ન મળવાના કારણે મોતને ભેટે છે. તેમના દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 349 કિડની, 140 લીવર, 7 પેંક્રિઆસ, 24 હૃદય, 4 ફેફસા, 254 નેત્રનું દાન કરી સમગ્ર દુનિયામાં 714 વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું હતુું. વલસાડમાં પણ મોટી સંખ્યામાં લોકો આ સેમિનારમાં ઉપસ્થિત રહી આંગદાન અંગે ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ગણતરીના લોકોએ અંગ દાન કર્યું છે. વલસાડની જનતામાં અંગદાન અંગે જાગૃતતા આવે તેવા હેતુસર રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા ડોક્ટરો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.