સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની અર્ધવાર્ષિક સભાનું આયોજન કરાયું - સરીગામ ન્યૂઝ
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની અર્ધ વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ફંડ માટે ઉઘરાવતા નાણાં અને વિકાસના કામોને લઈ ઉદ્યોગકારોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની અર્ધવાર્ષિક સભાનું આયોજન કરાયું
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શિરીષ દેસાઈ અને અન્ય સાથી સભ્યો તથા ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં સરીગામ એસોસિએશન ખાતે અર્ધ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ઉદ્યોગપતિઓ પાસેથી વિવિધ ફંડના નામે લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવતા હોવાના મામલે રોષ વ્યકત કરાયો હતો. ઉદ્યોગકારોનું કહેવું હતું કે, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, સરકારી અધિકારીઓ અને એસોસિએશન દ્વારા વારંવાર નિતનવા ફંડના તાયફા હેઠળ ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે.
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની અર્ધવાર્ષિક સભાનું આયોજન કરાયું