ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સરકારની આત્મનિર્ભર સહાય: SBPP બેંક 1 જૂનથી ફોર્મ વિતરણ શરૂ કરશે - sbpp bank pardi

લોકડાઉનમાં મધ્યમવર્ગીય વેપારી, રિક્ષાચાલકો સહિત ફેરિયાઓ જે પોતે વ્યવસાય કરતા હતા તે તમામ લોકડાઉન થતા બેરોજગાર થયા છે. જેને ફરીથી આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આવેલી સહકારી બેંક સરદાર ભિલાડવાળા પારડી પીપલ્સ કોપરેટીવ બેંકમાં તારીખ 1 જૂન 2020થી આત્મનિર્ભર લોન અંગેના ફોર્મનું વિતરણ શરૂ કરાશે.

sbpp bank pardi
SBPP બેન્ક પારડી 1 જૂનથી ફોર્મ વિતરણ શરૂ કરશે

By

Published : May 25, 2020, 10:27 AM IST

વલસાડઃ જિલ્લામાં દરેક તાલુકામાં પોતાની બ્રાન્ચ ધરાવતી સરકાર ભિલાડવાળા પારડી પીપલ્સ ઓપરેટીવ બેન્ક દ્વારા આત્મનિર્ભર સહાય અંગેના ફોર્મનું વિતરણ 1 જૂન 2020થી જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનમાં મધ્યમવર્ગીય વેપારી રિક્ષાચાલકો ફેરિયા વેપારીઓને સહાય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર લોન સહાયની જાહેરાત કરી છે. જે અંતર્ગત સરદાર ભીલડવાળા બેન્ક દ્વારા પણ 1 લાખની લોન સહાય 8 ટકાના વ્યાજ દર સાથે આપવામાં આવશે. જેમાં 6 ટકા જેટલો વ્યાજ દર ગુજરાત સરકાર ભોગવશે અને ગ્રાહકે 2 ટકા જેટલો વ્યાજ દર ભોગવવાનો રેહશે. પહેલા 6 માસ સુધી એક પણ હપ્તો ભરવાના રહશે નહિ. જ્યારે 30 હપ્તામાં આ લોનની રકમ 2 ટકા વ્યાજ સાથે ભરવાની રહેશે.

આત્મનિર્ભર સહાય: SBPP બેન્ક પારડી 1 જૂનથી ફોર્મ વિતરણ શરૂ કરશે

સરદાર ભિલાડવાળા પારડી પીપલ્સ બેન્કના ચેરમેન શરદ દેસાઈએ જણાવ્યું કે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31-8-2020 રહેશે. આત્મનિર્ભર ગુજરાત સરકારની સહાય યોજનામાં લાભ લેનારે પોતાના બેઝિક ડોક્યુમેન્ટ, ગુમાસતા ધારાનું લાઇસન્સ GST નંબર સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથે જ બેન્કના નિયમ મુજબના કાગળો સહિત જરૂરી તમામ દસ્તાવેજ જોડવાના રહેશે. આમ એક સામાન્ય વ્યક્તિએ આત્મનિર્ભરની સહાય એટલે કે, લોન મેળવવા માટે ડોક્યુમેન્ટેશન કરવામાં જ ચપ્પલ ઘસાઈ જાય એમ છે.

નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય અંતર્ગત 7 લાખ સામાન્ય વ્યાપારી અને ધંધા રોજગાર કરનારને લાભ મળશે જેમાં 5 હજાર કરોડ જેટલી લોન આપવામાં આવશે અને 330 કરોડ સબસીડી ગુજરાત સરકાર ભરશે. હવે જોવાનું એ રહ્યું કે, સહાયના નામે સરકાર દ્વારા આપવામાં આવી રહેલી લોનની લોલીપોપ લેવા કેટલા લોકો આગળ આવશે.

ABOUT THE AUTHOR

...view details