ગુજરાત

gujarat

ETV Bharat / state

સરીગામ ગ્રામપંચાયત લોકઉપયોગી કામોને લઈ ઉગ્ર બની - Valsad

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતમાં ગુરૂવારના ઈન્ચાર્જ સરપંચ પંકજ રાય અને તલાટી કમમંત્રી વિરલ પટેલના અધ્યક્ષપણા હેઠળ ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામસભામાં  ગામના અગ્રણીઓ, ભીલીસ્તાન ટાઇગર સેનાના કાર્યકર્તાઓ અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ ગામમાં નવી કંપનીઓને મંજૂરી નહીં આપવા તેમજ મચ્છરનો ઉપદ્રવ, પેમેન્ટની ચૂકવણી અને મુક્તિધામ સંદર્ભે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

sarigam
સરીગામ

By

Published : Mar 13, 2020, 10:50 AM IST

વલસાડ: ગ્રામ સભાની શરૂઆતમાં સભાના અધ્યક્ષ સ્થાનેથી તલાટી કમ મંત્રી વિરલ પટેલે ગત સભાની કાર્યવાહી અને થયેલ ઠરાવને વાંચનમાં લીધી હતી તથા અરજદારો દ્વારા આપેલી અરજીઓના નિકાલને બહાલી આપી હતી. સભા દરમિયાન ખાસ સરીગામ વિસ્તારના આજુબાજુના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વિરોધ પક્ષના નેતા અને તાલુકા પંચાયતના સભ્ય એવા રાકેશ રાય અને ભીલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકર્તાઓએ આદિવાસી સમાજના બંધારણના ધારાની માહિતી સંદર્ભે બોનપાડા સ્થિત બોર્ડ એક જગ્યા ઉપર લગાવતા અન્ય લોકો દ્વારા ફેસબુક ઉપર ઉપરોક્ત બાબતે ફોટા અપલોડ કરતા તેઓએ ગ્રામસભામાં ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં રાકેશ રાય અને ભીલીસ્તાન ટાઇગર સેનાએ સરીગામના સમગ્ર વિસ્તારમાં કંપનીઓને ન સ્થાપવા દેવા સભા દરમિયાન સૌ સમક્ષ ઇન્ચાર્જ સરપંચ પંકજ રાય અને તલાટી કમ મંત્રીને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચ્યો હતો.

સરીગામ ગ્રામપંચાયત લોકઉપયોગી કામોને લઈ ઉગ્ર બની

ગ્રામસભાની પરવાનગી વગર હાલની એક પણ કંપનીને એન.ઓ.સી નહીં આપવા પણ સભા દરમિયાન ઉગ્ર રજૂઆત કરાઇ હતી. તેમજ ડૉ.નીરવ શાહે ગામમાં મચ્છરનો મોટો ઉપદ્રવ રહેતા તેની સામે સમયસર ડી.ડી.ટી પાઉડર અને ફોગીંગ મશીનથી ધુમાડો કરવા બાબતે તથા વિકાસના કાર્ય થઈ ગયા બાદ અને ગ્રામ પંચાયતમાં કામ કરતા લોકોના તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામદારોને સમયસર પેમેન્ટ ચૂકવણી બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details