- કપરાડા-ધરમપુરમાં વિધવા મહિલાઓને સાડી અને મીઠાઈનું વિતરણ
- સામાજિક સંસ્થાઓ, ગાયત્રી પરિવાર તેમજ DIGPના પત્નીના સહયોગથી આયોજન
- વિધવા મહિલાઓને કરવામાં આવી સહાય
વાપી: વાપીની સામાજિક સંસ્થા, ગાયત્રી પરિવાર અને DIGP ના ધર્મપત્ની બીનાબેન હસમુખભાઈ પટેલના પરિવાર તરફથી કપરડાના બાબર ખડક ગામની 50 થી વધુ વિધવા મહિલાઓને સાડી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વાપીમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વેપારી હરીશભાઈએ પણ યોગદાન આપ્યું હતું.
વિધવા મહિલાઓની જ કેમ પસંદગી ?
વાપીમાં સામાન્ય પેઇન્ટિંગની દુકાનથી શરૂ કરી હાલ પેઇન્ટિંગ અને બેનર ક્ષેત્રે મોટું નામ ધરાવતા હરિશભાઇનું માનવું છે કે આદિવાસી સમાજના પરિવારો આર્થિક રીતે નબળા હોય છે, અને એમાં પણ વિધવા બહેનો કે જેઓ પોતાના ઘરમાં એકમાત્ર કમાનાર હોય છે તેઓ દિવાળીના સમયે તહેવારની ઉજવણી યોગ્ય રીતે કરી શકતા નથી.