વલસાડઃ શહેરના રાખોડિયા તળાવ વિસ્તારમાં રહેતા સંજય રાઠોડ નામના યુવકે પોતાની ડાન્સ પ્રતિભા અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરતાની સાથે જ તેની પ્રતિભાના વીડિયો ટૂંક જ સમયમાં ખૂબ જ વાયરલ થયા છે અને જેને લઇને હાલમાં ફિલ્મી સિતારાઓ પણ તેની ડાન્સ પ્રતિભા જોઈને આફરીન થઈ ગયા છે. ડેવિડ વોર્નર ,હનીસિંગ,હોય રિતેશ દેશમુખ તમામ સિતારાઓ તેની સાથે ડુએટ વીડિયો પણ બનાવ્યા છે. જેને લઈને તે રાતો-રાત સ્ટાર બની ચુક્યો છે. પણ આ યુવાનની પરિસ્થીતી ખુબજ ગરીબ છે.
સંજય તેની ડાન્સ પ્રતિભાથી ટીકટોક પર છવાયો, ફિલ્મી હસ્તીઓ કર્યા વખાણ વલસાડ શહેરના રાખોડીયા તળાવ વિસ્તારમાં આવેલી ઝુંપડીમાં કાચા મકાનમાં રહેતો સંજય રાઠોડ વર્ષોથી ડાન્સ કરતો હતો. પણ એને કોઈ પ્લેટફોર્મ મળી શક્યું નોહતું, પરંતુ કેટલાક મિત્રોએ તેને સોશિયલ મીડિયામાં ટિકટોક એપના માધ્યમથી પોતાનું ડાન્સની પ્રતિભા રજૂ કરવા માટે કહેતા સંજયએ કેટલાક વીડિયો બનાવ્યા હતા. તેમાં તેમનો ઋત્વિક રોશનના ડાન્સ સ્ટેપનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો હતો. જેને પગલે રાતોરાત આ સામાન્ય યુવક ફિલ્મી સિતારાઓ માં પણ જાણીતો બની ગયો છે.
સંજય તેની ડાન્સ પ્રતિભાથી ટીકટોક પર છવાયો, ફિલ્મી હસ્તીઓ કર્યા વખાણ ખૂબ જ ગરીબ સ્થિતિમાં રહેતો સંજય ઉર્ફે (અરમાન) રાઠોડ પિતા વયોવૃદ્ધ હોવાથી કામ નથી કરી શકતા, જ્યારે માતા સામાન્ય કામકાજ કરે છે. સંજય પણ ઘરનું ગુજરાન ચલાવવા માટે છૂટક મજૂરી કામ કરે છે. જો કે, ડાન્સએ તેમનુ પેસન છે અને એ સતત એના મિત્ર સાથે મળી ને તળાવના કિનારે અવનવા ડાન્સ સ્ટેપ સાથે વીડિયો બનાવતો રહે છે. મહત્વ નું છે કે, એક સમયે જ્યારે તે બહુ જાણીતો નોહતો તે સમયે તેની પાસે એક જોડી બુટ લેવાના પણ પૈસા નોહતા પણ હાલમાં. કેટલાક ચાહકો એ તેને બુટની જોડીઓ ભેટમાં આપી છે. અને અનેક લોકો તેના વીડિયો વાયરલ થયા બાદ મળવા માટે આવી રહ્યા છે. મહત્વનું છે કે, માત્ર ડાન્સ પ્રતિભા જોઈને સામાન્ય લોકો નહિ પણ અરમાન રાઠોડના ટિકટોક એકાઉન્ટ પર હવે ફિલ્મી સિતારાઓ પણ ડુએટ વીડિયો કરી રહ્યા છે. જેમાં રિતેશ દેશમુખ ,રેમો ડિસોઝા,હનીસિંગ, ડેવિડ વોર્નર જેવા અનેક જાણીતા લોકોના વીડિયો તેની સાથે જોવા મળી રહ્યા છે. ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં અરમાન રાઠોડે જણાવ્યુ કે, કોઈ પણ વ્યક્તિને તેના કપડાંથી જજ ન કરો. તેની પ્રતિભા શાળી શક્તિથી તેમનુ આનુમાન લગીવી શકાય છે. તેમને વધુમાં જણાવ્યુ કે, વ્યક્તિને આગળ લાવવા મદદરૂપ થવું જોઈએ એમ અરમાન રાઠોડે જણાવ્યું હતું, આમ એક સામાન્ય કદના માનવીને પ્રતિભાએ વિશ્વ ફલક ઉપર મૂકી દીધો છે..