ગુજરાત

gujarat

ETV Bharat / state

Sanjan Railway station: પારસીઓની ઐતિહાસિક ધરોહર સમાન બનશે સંજાણ રેલવે સ્ટેશન

દેશના 508 રેલવે સ્ટેશનનું રિડેવલેપમેન્ટ કરવામાં આવશે. ત્યારે તેમાં પારસીઓનું મહત્વનું તીર્થસ્થાન મનાતા સંજાણ ગામના રેલવે સ્ટેશનને પણ પારસીઓની ઐતિહાસિક ધરોહર જેવું બનાવવા માટે સમાવેશ થતા પારસી સમાજે તેને વધાવી ખુશી વ્યક્ત કરી હતી.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 6, 2023, 7:37 PM IST

સંજાણ રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં 18 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે

વલસાડ: વલસાડ જિલ્લાનું સંજાણ ગામ પારસીઓ માટે તેમની ઐતિહાસિક સંસ્કૃતિનું સ્થળ છે. જેના સંજાણ રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં 18 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે. ત્યારે આગામી દિવસોમાં સંજાણ ડે સિવાયના દિવસોમાં પણ વધુ પારસીઓ કીર્તિ સ્તંભની મુલાકાતે આવી શકશે. પ્રવાસન સ્થળ તરીકે સંજાણ નવું ડેસ્ટિનેશન બનશે.

નવા સ્ટેશનના મકાનને પારસી હેરિટેજ લુક મળશે

થોડા મહિના પહેલા માઇનોરીટી સેલના મુખબીર ભાટીયાએ સંજાણની મુલાકાત લીધી હતી. તે સમયે સંજાણ ગામની સાથે પારસી સમાજના સ્થાપત્યો, સંજાણ કીર્તિ સ્થંભ, સંજાણ ગામને જોડતા આસપાસના રસ્તાઓને અને સંજાણ રેલવે સ્ટેશનને ડેવલોપ કરશે તેવું જણાવ્યું હતું. જેમાં પણ સંજાણ રેલવે સ્ટેશનને પારસી હેરિટેજ હિસ્ટોરિકલ લુકમાં કે જેમાં પારસી કલ્ચરની ઝલક જોવા મળે તે પ્રકારે ડેવલોપ કરવાનો નિર્ધાર સેવ્યો હતો. જે બાદ આજે તે શુભ પ્રસંગ આવ્યો છે.- પરિચેહર ડબિયારવાલા, પારસી સંજાણ મેમોરિયલ કમિટીના સભ્ય

સંજાણ ગામના રેલવે સ્ટેશનનું થશે રિડેવલેપમેન્ટ

રેલવે સ્ટેશન એ દરેક શહેરનું મહત્વનું કેન્દ્ર હોય છે. જે શહેરના ઇસ્ટ-વેસ્ટ વિસ્તારને જોડે છે. જેમાં આગામી દિવસો નિર્માણ થનાર રેલવે સ્ટેશન શહેરની ધરોહરની પ્રતીતિ કરાવશે. સંજાણ પારસીઓ માટે મહત્વનું તીર્થ સ્થાન હોય, અહીં બનનાર નવા સ્ટેશનના મકાનને પારસી હેરિટેજ લુક મુજબ નિર્મિત કરવામાં આવશે. નવા રેલવે સ્ટેશનની મુખ્ય ઇમારત સાથે તેના મુખ્ય એરિયામાં વધારો કરવામાં આવશે. પાર્કિંગ એરિયાને વિકસાવવામાં આવશે. ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે. લીફ્ટની સુવિધા ઉભી કરવામાં આવશે. - નીરજ વર્મા, DRM, મુંબઈ સેન્ટ્રલ, પશ્ચિમ રેલવે

સંજાણ ગામ પારસી કલ્ચર પ્લેસ માટે જાણીતું: વર્ષો પહેલા ઈરાનથી ભારત આવેલા પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા હતા. અને અહીં સ્થાયી થયા હતા. જો કે તે બાદ રોજગાર ધંધા અર્થે દેશના વિવિધ રાજ્યોમાં સ્થળાંતર કર્યું હતું. હાલમાં પણ સંજાણ ખાતે પારસીઓના 50થી 60 ઘર છે. સંજાણમાં બે પારસી કોલોની આવેલી છે. ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં વસતા પારસીઓ તેમજ દેશ અને વિશ્વભરમાં વસતા પારસીઓમાંથી સંજાણ ડેના દિવસે લગભગ 1000 થી 1500 લોકો ખાસ ઉપસ્થિત રહે છે.

  1. Amrit Bharat Station: ગુજરાતના 21 જેટલા રેલવે સ્ટેશનનો વિકાસ થશે, મુસાફરોને મળશે ઉત્તમ સુવિધા
  2. Asarwa Railway Station: અસારવા રેલવે સ્ટેશનનું થશે રિડેવલપમેન્ટ, મળશે વિશ્વકક્ષાની સુવિધાઓ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details