ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીની સાખી વીડિઓ જોઈને કેક બનાવતા શીખી, એક વર્ષમાં 400 કેકનો ઓર્ડર મેળવ્યો

વાપીમાં રહેતી અને કોલેજમાં BBAના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી સાખી સ્વપ્નિલ દેસાઈ(Sakhi Swapnil Desai)એ સમયનો સદઉપયોગ કરી મોબાઈલ પર કેક-ચોકલેટ(Cake-chocolate)ના વીડિઓ જોઈ તેની અવનવી રેસિપી બનાવતા શીખી કેક ચોકલેટનો બિઝનેશ (chocolate business) શરૂ કર્યો.

વાપીની સાખી વીડિઓ જોઈને કેક બનાવતા શીખી, એક વર્ષમાં 400 કેકનો ઓર્ડર મેળવ્યો
વાપીની સાખી વીડિઓ જોઈને કેક બનાવતા શીખી, એક વર્ષમાં 400 કેકનો ઓર્ડર મેળવ્યો

By

Published : Jun 27, 2021, 2:20 PM IST

Updated : Jun 27, 2021, 7:15 PM IST

  • લોકડાઉનના સમયનો સાચો ઉપયોગ કર્યો
  • વાપીની સાખી નામની યુવતીએ કેકનો સોશિયલ મીડિયાના માધ્યમથી આ બિઝનેસ શરૂ કર્યા
  • સાખીએ એક વર્ષમાં 400થી વધુ કેકના ઓર્ડર લીધી

વલસાડ: કોરોના કાળમાં 2 વર્ષથી શાળા કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન કલાસ સાથે મોટાભાગનો સમય મોબાઈલ પર ગેમ રમવામાં અને નેટ સર્ફિંગ કરવામાં વિતાવે છે. ત્યારે વાપીમાં રહેતી અને કોલેજમાં BBAના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી સાખી સ્વપ્નિલ દેસાઈએ સમયનો સદઉપયોગ કરી મોબાઈલ પર કેક-ચોકલેટના વીડિઓ જોઈ તેની અવનવી રેસિપી બનાવતા શીખી છે. સાખીએ એક વર્ષમાં 400થી વધુ કેકના ઓર્ડર લઈ સારી એવી કમાણી કરી રહી છે.

વાપીની સાખી વીડિઓ જોઈને કેક બનાવતા શીખી, એક વર્ષમાં 400 કેકનો ઓર્ડર મેળવ્યો

આ પણ વાંચોઃજાણો મફિન(કપ કેક) બનાવવાની રેસિપી

કેક-ચોકલેટનો બિઝનેસ શરૂ કર્યા

કોરોના મહામારીમાં અનેક ધંધા રોજગાર ઠપ્પ થયા છે. તો કેટલાક યુવાનો માટે કોરોના કાળનો સમય નવા બિઝનેસ આઈડિયા સાથે આપકમાઈ કરાવતો સમય સાબિત થયો છે. વાપીની સાખી નામની યુવતીએ પણ કંઈક આ રીતે જ સમયનો સદઉપયોગ કર્યો અને નેટ પર વીડિઓ જોઈ કેક-ચોકલેટની વેરાયટી સભર રેસિપી બનાવતા શીખી છે. સાખી છેલ્લા એક વર્ષથી કેક-ચોકલેટના ઓર્ડર લઈ તેમાંથી મળતા નાણા વડે પોતાના શોખ પુરા કરે છે સાથે જ માતા-પિતાને પણ જરૂરી મદદ પુરી પાડી રહી છે.

એક વર્ષમાં 400થી વધુ ઓર્ડર મેળવ્યા

સાખીએ તેમની સખીઓના પ્રોત્સાહનથી અને સોશિસલ મીડિયાના માધ્યમથી આ બિઝનેસ શરૂ કર્યા છે. જેમાં તેને રોજના 2 થી 3 કેકના ઓર્ડર મળે છે. એક વર્ષમાં તેણે 400થી વધુ ઓર્ડર પર કેક બનાવી છે. તે વિવિધ ફ્લેવરની ડઝન ઉપરાંત કેક બનાવે છે, ત્યારે તેની રસમલાઈ કેકને લોકો સૌથી વધુ પસંદ કરે છે અને મોટાભાગે તેના ઓર્ડર વધુ મળે છે.

આ પણા વાંચોઃમેરી ક્રિસમસ : જામનગરમાં 40 કિલોની ક્રિસમસ કેક બની આકર્ષણનું કેન્દ્ર

માતા-પિતાને પણ મદદરૂપ થઇ રહી છે

સાખીના આ કેક એન્ડ ચોકેલેટ મેકિંગ બિઝનેસથી તેના માતા-પિતા પણ ખુશ છે. સાખીની માતા ગોરલ સ્વપ્નિલ દેસાઇએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેની દીકરીને પહેલેથી જ રસોઈ બનાવવાનો શોખ છે. લોકડાઉન દરમિયાન તે દરરોજ મોબાઈલમાં નેટ પર વિવિધ રેસીપીના વીડિઓ જોતી હતી અને તેમાં કેક-ચોકલેટની રેસિપી જોઈ તે બનાવવા પ્રયાસ કરતી શરૂઆતમાં તેને સફળતા ન હોતી મળી પણ તે બાદ તે વિવિધ ફ્લેવરની અનેક વેરાયટીની કેક બનાવતા શીખી આજે તે પગભર થઈ છે. પોતાના શોખ માટે જાતે કમાઈ છે. જેમાથી અમને પણ મદદરૂપ થઇ રહી છે. બીજા બાળકોએ પણ મોબાઈલ પર ગેમ રમી સમય વેડફવાને બદલે તેનો સદઉપયોગ કરવો જોઈએ.

Last Updated : Jun 27, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details