ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં 70મો વન મહોત્સવનું આયોજનમાં કમિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત રહ્યા હાજર - 70મો વન મહોત્સવ

સાબરકાંઠાઃ જિલ્લામાં 70મો વન મહોત્સવ ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામે યોજાયો હતો, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કમિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વન અધિકારી સહિત કલેકટર અને સ્થાનિક ધારાસભ્ય હાજર રહ્યા હતા.

સાબરકાંઠામાં 70મો વન મહોત્સવનું આયોજનમાં કમિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત રહ્યા હાજર

By

Published : Aug 4, 2019, 11:34 PM IST

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કાલભૈરવનું શિખરબંધી મંદિર ઈડર તાલુકાના બોલુન્દ્રા ગામે આવેલું છે, જ્યાં સાબરકાંઠા જિલ્લાનું 70મો વન મહોત્સવ ઉજવાયો હતો, જેમાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કમિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિત સ્થાનિક ધારાસભ્યો જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં વૃક્ષોનું વાવેતર વધ્યું છે, જોકે સાબરકાંઠા જિલ્લામાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 74 લાગતી વધુ વૃક્ષો હોવાની જિલ્લા અધિકારીઓ પુષ્ટિ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન વન વિસ્તારનો વિભાગ ઘટી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

સાબરકાંઠામાં 70મો વન મહોત્સવનું આયોજનમાં કમિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત રહ્યા હાજર

જોકે આ મુદ્દે બળવંતસિંહ રાજપૂતને પૂછતા તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વાવણી કર્યા બાદ હવે આગામી સમયમાં વૃક્ષોની જાળવણી માટે પણ પગલા લેવાશે, જોકે આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું પગલું લેવાયું નથી, બીજી તરફ વન વિભાગના આગામી કાર્યક્રમ છેલ્લા બે માસથી પગાર ન થયા હોવાનું પૂછતા તેમણે જણાવ્યું કે આ મુદ્દે મને કોઇ જાણ નથી, જો કે એવું હશે તો સરકાર તાત્કાલિક ધોરણે આવા કર્મચારીને ન્યાય આપવામાં કોઈપણ પ્રકારની ચર્ચા છોડશે નહીં, આ પ્રસંગે વનવિભાગના અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર તેમજ આમંત્રિત મહેમાનોએ કાલભૈરવ મંદિરના પટાંગણમાં વૃક્ષો વાવી તેને મોટા કરવાની વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details