ગુજરાત

gujarat

ETV Bharat / state

મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ પર RTPCR રિપોર્ટ ફરજીયાત, વાહનચાલકોમાં રોષ - Report of negative corona

ગુજરાત સરકારે મહારાષ્ટ્રમાંથી આવતા વાહન ચાલકોએ 72 કલાકની અંદર RTPCR રિપોર્ટ કર્યો હોય તો જ પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે. જેને લઈને ગુજરાત મહારાષ્ટ્રની ભિલાડ બોર્ડર પર ફરી એકવાર લોકડાઉન સમયે લાગતી વાહનોની કતારો લાગી રહી છે. અહીં આરોગ્ય, પોલીસની ટિમ તૈનાત કરી છે. ત્યારે RTPCR રિપોર્ટ વિના આવતા લોકોએ પરત ફરવાની નોબત આવતા પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.

corona
મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ પર RTPCR રિપોર્ટ ફરજીયાત, વાહનચાલકોમાં રોષ

By

Published : Mar 25, 2021, 4:37 PM IST

  • ગુજરાતમાં પ્રવેશ માટે RCPCR રિપોર્ટ ફરજીયાત
  • 72 કલાકનો નેગેટિવ રિપોર્ટ હોય તો જ પ્રવેશ
  • ભિલાડ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસ


ભિલાડ :- ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા સરકારે ગુજરાત મહારાષ્ટ્ર સહિતની બોર્ડર પર આરોગ્યની અને પોલીસની ટીમ તૈનાત કરી જે વાહનચાલકો પાસે 72 કલાકમાં કરેલો RTPCR રિપોર્ટ હોય અને તે નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવાનો આદેશ કર્યો છે. જેને લઈને વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર વાહનોની કતારો લાગી રહી છે.

મહારાષ્ટ્રથી ગુજરાત પ્રવેશ માટે RTPCR રિપોર્ટ ફરજીયાત

ગુજરાત સરકાર દ્વારા હાલ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા કાર ચાલકોએ 72 કલાકનો RTPCR રિપોર્ટ અને તે પણ નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવામાં આવશે તેવો આદેશ સાથે ભિલાડ સહિતની ચેકપોસ્ટ પર આરોગ્યની તથા પોલીસ, RTO ની ટીમ તૈનાત કરી છે. ભિલાડ ચેકપોસ્ટ પર હાલના આ આદેશ બાદ વાહનચાલકોની લાંબી કતારો લાગી રહી છે. ભિલાડ ચેકપોસ્ટ પર આરોગ્યની 8 ટીમ તમામ કાર ચાલકો, મુસાફરોની નોંધણી કરી RTPCR રિપોર્ટ ચેક કરી રહી છે, અને સ્થળ પર રેપીડ એન્ટીજન ટેસ્ટ, થર્મલ ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ આપી રહી છે.

ચેકપોસ્ટ પર જોવા મળી વાહનોની લાંબી કતારો

આ પણ વાંચો : UKથી આવેલા 1720 પ્રવાસીઓમાંથી 11 પ્રવાસીઓ કોરોના સંક્રમિત

બંગાળમાં મોદી-શાહની રેલીમાં કોરોના નથી અહીં રિપોર્ટ માંગે છે.

ભિલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય, પોલીસની ટીમ દ્વારા RTPCR રિપોર્ટ વિના આવતા વાહનચાલકોને પરત મોકલાવી RTPCR રિપોર્ટ કરાવી ગુજરાતમાં પ્રવેશ કરવા જણાવાઈ રહ્યું છે. જેને લઈને વાહનચાલકોમાં આક્રોશ ફેલાયો હતો. વાહનચાલકોનું કહેવું છે કે સરકાર માત્ર પ્રજાને હેરાન પરેશાન કરી ટેસ્ટના અને વેકસીનના નામે પૈસા પડાવવા માંગે છે. બંગાળમાં મોદી-અમિતશાહ હજારો લોકોને એકઠા કરી રેલી કાઢે છે. ત્યાં કોરોના નથી. માત્ર અહીં જ કેમ ટેસ્ટના નામે લોકોને કેમ હેરાન કરવામાં આવે છે ?

મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ પર RTPCR રિપોર્ટ ફરજીયાત, વાહનચાલકોમાં રોષ

પેટ્રોલ- સમયની બરબાદી બાદ પાછા ફરતા વાહનચાલકોમાં આક્રોશ

વાહનચાલકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે આ અંગે સરકારે કોઈ સૂચના આપી નોહતી. પેટ્રોલ સાથે સમયની બરબાદી કરી અહીં પહોંચ્યા અને હવે પરત મોકલવામાં આવી રહ્યા છે. ચેકપોસ્ટ પર ટેસ્ટ માટે કોઈ સુવિધા ઉભી નથી કરી એટલે RTPTCR રિપોર્ટ કરાવવા અમારે પરત જવું પડે છે. આ નિયમ માત્ર કાર ચાલકો માટે છે. ટ્રક ચાલકો માટે નથી. તો શું એ લોકોને કોરોના નથી થતો. આવા અનેક સવાલો સાથે લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જો કે કેટલાક પ્રવાસીઓએ સરકારની આ પહેલને આવકારી પણ હતી.

આ પણ વાંચો : કોરોનાના કેસમાં વધારો થતાં સુપર સ્પ્રેડરના ટેસ્ટિંગ શરૂ કરાયા

મહારાષ્ટ્રમાં કોઇ જાણ નહીં જેથી ગુજરાત બોર્ડર પર ફસાયા છે

ઉલ્લેખનીય છે કે ભિલાડ ચેકપોસ્ટ દેશની સૌથી વધુ વાહનોની અવરજવર ધરાવતી ચેકપોસ્ટ છે. અહીં ગુજરાતે RTPCR વિના નો એન્ટ્રી આપવાની જાહેરાત કર્યા બાદ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગને પણ જાણ કરી છે. પરંતુ તેમ છતાં મહારાષ્ટ્ર માં આ અંગે ચેકપોસ્ટ પર કોઈ સૂચના આપવામાં નહિ આવતી હોય પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો એક RTPCR રિપોર્ટ માટે 8 કિલોમીટરનો પરત ફેરો મારવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details