ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં IIFLમાં કરોડોના સોનાની લૂંટ કરનારા લૂંટારૂં 7 દિવસના રિમાન્ડ પર - IIFL માં કરોડોની લૂંટ ચલાવનારા આરોપી

વાપીના ચણોદ વિસ્તારમાં IIFLમાં કરોડોની લૂંટ ચલાવનારા આરોપીઓને ગુજરાત ATSએ કર્ણાટક અને મુંબઇથી ઝડપી પાડ્યા બાદ વલસાડ LCBને તપાસ સોંપાઇ હતી. જેમાં બંને આરોપીના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓના 7 દિવસના રિમાન્ડ મેળવી કરોડોના સોનાની લૂંટના મુદ્દામાલની રિકવર કરી તજવીજ હાથ ધરી છે.

7 દિવસના રિમાન્ડ પર
વાપીમાં IIFL માં કરોડોના સોનાની લૂંટ

By

Published : Jun 4, 2020, 12:16 PM IST

વલસાડ: વાપીના ચણોદ વિસ્તારમાં IIFLમાં કરોડોની લૂંટ ચલાવનારા આરોપીઓને ગુજરાત ATSએ કર્ણાટક અને મુંબઇથી ઝડપી પાડ્યા બાદ વલસાડ LCBને તપાસ સોંપાઇ હતી. જેમાં બંને આરોપીના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓના 7 દિવસના રિમાન્ડ મેળવી કરોડોના સોનાની લૂંટના મુદ્દામાલની રિકવર કરી તજવીજ હાથ ધરી છે.

વાપીમાં IIFL માં કરોડોના સોનાની લૂંટ કરનાર લૂંટારા 7 દિવસના રિમાન્ડ પર

વાપી ચણોદ ખાતે ચંદ્રલોક બિલ્ડીંગમાં દાગીના પર લોન આપતી IIFLની ઓફિસમાં 9 જાન્યુઆરીના રોજ 6 બુકાનીધારીઓએ પ્રવેશી તમંચા બતાવી રોકડા અને દાગીના મળી કરોડોની લૂંટ કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં ગુજરાત ATSએ આરોપી સંતોષ નાયકની કર્ણાટકથી તેમજ આરોપી શરમત બેગની મુંબઇથી ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.70 લાખ કબ્જે લઇ આગળની તપાસ વલસાડ LCBને સોંપી હતી.

IIFLની ઓફિસ

આ કેસમાં બંને આરોપીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ કોરોના રિપોર્ટ કરવામાં આવતા બંનેના રિપોર્ટ નેગેટિવ નીકળ્યા હતા. જેથી બંનેને 7 દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે. દરમિયાન મુદ્દામાલ રિકવરી અને લૂંટમાં સામેલ અન્ય આરોપીઓને પકડવામાં સફળતા મળે તેમ પોલીસ માની રહી છે. આ કેસમાં એટીએસએ અમદાવાદથી લૂંટમાં સામેલ આરોપી હરીશ ગોસ્વામીની પણ ધરપકડ કરી વધુ તપાસ ભીલાડ પોલીસને સોંપી છે.

ABOUT THE AUTHOR

...view details