વાપીના ચણોદ વિસ્તારની કોમર્શિયલ કોમ્પલેક્ષના બીજા માળે IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફીસમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવીને 10 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. સવારના સમયે ઓફિસ ખુલ્લી હતી, એ દરમિયાન 4 જેટલા લૂંટારૂએ કર્મચારીઓને બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી, આશરે 10 કરોડથી વધુનાં મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
વાપીમાં IIFL ગોલ્ડ લોન ઓફિસને લૂંટારાઓએ નિશાન બનાવી, 10 કરોડની મચાવી લૂંટ - વાપીમાં IIFL ગોલ્ડ લોન
વાપી: ચણોદ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષ બીજા માળે આવેલી IIFL ગોલ્ડ લોન અને ફાઇનાન્સની ઓફિસમાંથી લૂંટારાઓએ 10 કરોડની લૂંટ મચાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જિલ્લા સહિત મહારાષ્ટ્ર બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી છે.
![વાપીમાં IIFL ગોલ્ડ લોન ઓફિસને લૂંટારાઓએ નિશાન બનાવી, 10 કરોડની મચાવી લૂંટ vapi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5648585-thumbnail-3x2-lut.jpg)
વાપીઃ
વાપીમાં IIFL ગોલ્ડ લોન ઓફિસને લૂંટારૂઓએ નિશાન બનાવી, 10 કરોડની લૂંટ મચાવી
ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં દિવસે થયેલી લૂંટના પગલે પોલીસને ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના SP સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, IIFL ખાનગી ગોલ્ડ લોન અને ફાઇનાન્સની ઓફિસમાંથી લૂંટનો બનાવ બન્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહારાષ્ટ્રની બોર્ડર જિલ્લા અને રાજ્યોમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે.