- ડુંગરા વિસ્તારમાં રીક્ષા ચાલકની હત્યા
- હત્યારાઓએ ચાકુના ઘા મારી હત્યા કરી
- પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી
વાપી : વાપીના ડુંગરા તળાવ નજીક રીક્ષા ચાલકની તેમની જ રિક્ષામાં અજાણ્યા શખ્સોએ ચાકુના ઘા મારી હત્યા કરી નાખતા ડુંગરા પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. રીક્ષા ચાલકની કરપીણ હત્યાને લઈને વાપી પંથકમાં ચકચાર મચી ગઇ છે.
રીક્ષા તેની પોતાની હોવાની વિગતો મળી
પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સવારે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન આવ્યો હતો કે, વાપી નજીક ડુંગરા તળાવ નજીક એક રિક્ષામાં એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. જે બાદ ડુંગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક રીક્ષા ચાલકની ઓળખ અંગે ડુંગરા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકનું નામ અખિલેશ કુમાર જયશ્રીપાલ હોવાનું અને જે રિક્ષામાં તેનો મૃતદેહ હતો. તે રીક્ષા તેની પોતાની હોવાની વિગતો મળી હતી.