ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં નિવૃત્ત પોલીસ કર્મચારી આપી રહ્યા છે વિના મૂલ્યે યોગ પ્રશિક્ષણ - Retired police officer

સરકારી વિભાગમાં મોટાભાગે ફરજ ઉપરથી નિવૃત થયા બાદ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહીને વધારે અર્થોપાર્જન તરફ વળતા હોય છે. પરંતુ વલસાડ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીએ લોકોના સ્વાસ્થ્ય નિરોગી રહે એવા હેતુથી નિઃશુલ્ક યોગ શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે અને અન્ય સમક્ષ સેવા પરમો ધર્મનું સૂત્ર સાર્થક કરી રહ્યા છે.

યોગ પ્રશિક્ષણ
યોગ પ્રશિક્ષણ

By

Published : Dec 29, 2020, 4:36 PM IST

  • નિવૃત્ત પોલીસ કર્મચારી આપી રહ્યા છે વિના મૂલ્યે યોગ પ્રશિક્ષણ
  • સમાજમાં સેવા પરમો ધર્મનું સૂત્ર સાર્થક કરી રહ્યા છે નિવૃત્ત પોલીસ કર્મી
  • લોકોનું સ્વાસ્થ સુધરે તેવા હેતુથી કરી રહ્યા છે સેવા

વલસાડ: સરકારી વિભાગમાં મોટાભાગે ફરજ ઉપરથી નિવૃત થયા બાદ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહીને વધારે અર્થોપાર્જન તરફ વળતા હોય છે. પરંતુ વલસાડ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીએ લોકોના સ્વાસ્થ્ય નિરોગી રહે એવા હેતુથી નિઃશુલ્ક યોગ શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે અને અન્ય સમક્ષ સેવા પરમો ધર્મનું સૂત્ર સાર્થક કરી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં નિવૃત્ત પોલીસ કર્મચારી આપી રહ્યા છે વિના મૂલ્યે યોગ પ્રશિક્ષણ

સામાન્ય રીતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ નિવૃત થયા બાદ પરિવાર સાથે સમય ગાળવા કે પછી રોજગારીના અન્ય સ્ત્રોતો તરફ વળે છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસમાંથી નિવૃત થયેલા પોલીસ જવાન કાંતિભાઈ ભંડારી નિવૃત થયા બાદ લોકોને સ્વસ્થ રાખવા વિના મૂલ્યે યોગ શીખવી રહ્યા છે.

પોતાના નિવાસ સ્થાને આપી રહ્યા છે નિઃશુલ્ક યોગ શિક્ષણ

નિવૃત્ત પોલીસ કર્મચારી પોતાના નિવાસ સ્થાને લોકોને સવારે 6 થી 7 વિના મુલ્યે યોગ શીખવી રહ્યા છે. હાલ પણ તેઓ વાઘલધરા ખાતે ચાલી રહેલી ભાગવતકથા દરમિયાન યોગ શિબિરમાં વિનામૂલ્યે અન્ય યોગ શિક્ષકો સાથે યોગનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. જેમાં વનવાસી દીકરીઓ, વલસાડના યોગ ટ્રેનરો, તલાસરી મહારાષ્ટ્રના પોલીસ કર્મીઓ પણ ભાગ લઈ રહ્યા છે.

વલસાડ જિલ્લામાં નિવૃત્ત પોલીસ કર્મચારી આપી રહ્યા છે વિના મૂલ્યે યોગ પ્રશિક્ષણ
પતંજલિ યોગાપીઠમાંથી લીધું પ્રશિક્ષણ

પોલીસ વિભાગમાં પણ કદી વિવાદોમાં નહીં આવનારા કાંતિભાઈ મગનભાઈ ભંડારીએ નિવૃત થયા બાદ પતંજલિ યોગાપીઠ ટ્રસ્ટમાંથી 300 કલાકનું પ્રશિક્ષણ લઈ સર્ટિફિકેટ પણ મેળવ્યું છે. ઉપરાંત ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા પણ પ્રશિક્ષણ લઈ યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફિકેટ મેળવ્યું છે. ઈટીવી સાથે વાતચીતમાં કાંતિભાઈએ જણાવ્યું કે, યોગને આખી દુનિયાએ સ્વીકારી લીધું છે, ત્યારે યોગથી લોકોને સ્વસ્થ રાખવા નિવૃત થયા બાદ જરૂરી પ્રશિક્ષણ મેળવ્યું અને ઘર નજીક યોગ કલાસ શરૂ કરી લોકોને યોગ શીખવી રહ્યો છું. યોગ અંગેની જાણકારી, માર્ગદર્શન ફાયદાઓ લોકોને જણાવી રહ્યો છું. હાલ વાઘલધરા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ ખાતે ચાલી રહેલી ભાગવતકથામાં પણ અન્ય યોગ ટ્રેનરો સાથે યોગ શીખવી રહ્યો છું.

ABOUT THE AUTHOR

...view details