ગુજરાત

gujarat

ETV Bharat / state

દર્દીઓ માટે સંજીવની કહેવાતી 108 એમ્બ્યુલન્સ ખોટકાઈ તો... - એમ્બ્યુલન્સ

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સંજીવની બનેલી 108 સેવા હાલ ખુદ લક્વાગ્રસ્ત બની રહી હોય એવું જણાય આવે છે. ગઈકાલે કપરાડા તાલુકાના મંડવા ગામે 108 એમ્બ્યુલન્સ બ્રેક ડાઉન થતા 48 કલાક બાદ તે ફરીથી તંદુરસ્ત બની હતી.સતત 48 કલાક સુધી ગેરેજનો મેકેનિક ના આવ્યો ત્યાં સુધી તે ત્યાં જ પડી રહી હતી.

108 એમ્બ્યુલન્સ ખોટકાઈ

By

Published : Oct 10, 2019, 8:09 PM IST

સરકાર દ્વારા આપાતકાલીન સમયમાં કોઈ પણ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચતા કરીને જીવતદાન આપનાર 108 એમ્બ્યુલન્સની સેવાથી અનેક લોકોને ફાયદો થતો હોય છે. એટલું જ નહીં સૌથી વધુ ફાયદો અંતરિયાળ અને ડુંગરાળ એવા કપરાડાના 70 થી વધુ ગામોને થયો છે.જ્યાં રાત્રી દરમિયાન પહોંચવું અનેક ગણુ દુર્ગમ હોય એવા સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડનારી 108 સેવાનું વાહન જો ખોટકાય તો તેને સમારકામ માટે એટલી લાંબી વિધિ છે કે, તેનો કારીગર બગડેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચતા જ 48 કલાક જેટલો સમય નીકળી જાય છે.

108 એમ્બ્યુલન્સ ખોટકાઈ

ગઈ કાલે જ નાનાપોઢાથી એક એમ્બ્યુલન્સ કપરાડા એક દર્દીને મૂકીને આવતી હતી તે દરમિયાન મંડવા ગામે ટેક્નિકલ ખામીને કારણે ખોટકાઈ પડી હતી. જોકે તે સમયે તેમાં દર્દી નહોતા જેના કારણે હાલાકી ન પડી.પરંતુ 108 બગડ્યા બાદ તેને સમારકામ માટે જે વિધિ છે એટલી લાંબી છે કે તેનો કારીગર આવતા જ 2 દિવસ નીકળી જતા હોય છે અને મંડવામાં પણ થયું એવું જ કારીગર 48 કલાક બાદ આવ્યા પછી એમ્બ્યુલન્સ રાબેતા મુજબ શરૂ થઈ હતી.

એમ્બ્યુલન્સ જ્યારે પણ માર્ગમાં ખોટકાય એટલે તેના પાઇલોટે પ્રથમ વલસાડ જે બાદ અમદાવાદ જાણકારી આપવાની હોય છે તે બાદ ગાંધીનગરથી સુરત ઝોનને જાણકારી મળે છે અને તે બાદ વલસાડમાં સૂચન મળ્યા બાદ કારીગરે બગડેલી એમ્બ્યુલન્સ સુધી કારીગર મોકલવામાં આવે છે. આમ ત્વરિત રિસ્પોન્સ આપી નવજીવન આપનારી 108 એમ્બ્યુલન્સ જો બગડે તો તેને ત્વરિત રીપેર કરવામાં મોટી મુશ્કેલી સર્જાય છે.

ABOUT THE AUTHOR

...view details