વલસાડની વાંચન પ્રિય જનતાને જ્ઞાનસાગરમાં ડૂબકી મરાવતી ગાંધી લાઈબ્રેરીનું રીનોવેશન શરૂ - Valsad latest news
કહેવાય છે પુસ્તકોએ એક શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે અને એ માટે જ વાંચન એ દરેક માટે જ્ઞાન વર્ધક હોય છે આજના સમયમાં પણ એક વર્ગ એવો છે જે દરરોજ વાંચન પ્રત્યે ખૂબ રસ ધરાવે છે અને તેઓ દરરોજ નિયમિત વાંચન કરતા હોય અને એ માટે શ્રેષ્ઠ સ્થળ હોય તો એ છે લાઇબ્રેરી વલસાડ શહેરમાં 70 વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત મહાત્મા ગાંધી લાઈબ્રેરી વલસાડ વાસીઓ અને વિવિધ પરીક્ષાની તૈયારી કરનાર વિધાર્થીઓ માટે ખૂબ આશીર્વાદ રૂપ છે. પાલિકા દ્વારા સંચાલિત ગાંધી લાઈબ્રેરીના મકાન હાલ અંદાજીત 1 કરોડ 75 લાખના ખર્ચે નવી બનવા જઈ રહી છે અને એ માટે હાલ આ લાઇબ્રેરીને પાલિકા ટાઉન હોલમાં વૈકલ્પિક રીતે ખસેડવામાં આવી છે.
ગાંધી લાઈબ્રેરી
વલસાડઃ શહેરમાં વસવાટ કરતા પ્રબુદ્ધ નાગરિકોની વાંચન ભૂખને સંતોષવા માટે 15 ઓગષ્ટ 1948ના રોજ તે સમયના વલસાડ પાલિકાના પ્રમુખ જનાર્દન બાપુભાઈ દેસાઈ દ્વારા મહાત્મા ગાંધી લાઈબ્રેરીની સ્થપના કરવામાં આવી હતી તે સમયે નિયમિત લોકો અહીં વાંચન માટે વર્તમાન પત્રો અને મેગેઝીનનું વાંચન કરતા જે બાદ 6 નવેમ્બર 1955માં ડો. જીવરાજ મેહતાને હસ્તે લાઈબ્રેરીનું નવું મકાન હાલ જ્યાં છે તે સ્થળે વિકસાવવામાં આવ્યું હતું.