ગુજરાત

gujarat

ETV Bharat / state

Doctors Day: વલસાડમાં ભેસના પેટમાંથી નીકળી 50 કિલોની ગાંઠ - valsad rural news

કહેવાય છે કે, ઈશ્વર બાદ જો કોઈ મોતના મુખમાંથી બચાવી શકે તો તે ડોકટર છે. વર્તમાન સમયમાં કોરોના (Corona pandamic)ને કારણે ડોકટરો જ હાલ તો લોકો માટે ઈશ્વર સમાન બન્યા હતા. જોકે 1 જુલાઈના રોજ વિશ્વ ડોકટર દિવસ (Doctors Day)ની લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વલસાડના વેટરનીટી તબીબ દ્વારા 2 વર્ષથી કેન્સરની ગાંઠથી પીડાતી માલધારીની ભેંસનું 3 કલાક ઓપરેશન કરીનેે 50 કિલો જેટલી જંગી ગાંઠ કાઢી નવ જીવન આપ્યું છે.

Removing A 50 kg tumer from a buffalo's stomach in Valsad on Doctors Day
Doctors Day: વલસાડમાં ભેસના પેટમાંથી નીકળી 50 કિલોની ગાંઠ

By

Published : Jul 2, 2021, 9:34 AM IST

  • વલસાડના એક તબીબે ડૉકટર્સ દિવસ કર્યો સાર્થક
  • માલધીરીની ભેસના પેટની ગાંઠનું કર્યુ ઓપરેશન
  • 3 કલાકના ઓપરેશન દ્વારા 49.7 કિલોની ગાંઠ કાઢવામાં આવી

વલસાડ:શહેર નજીકમાં આવેલા અટક પારડી ખાતે ભેંસનો તબેલો ધરાવતા માલધારીની એક ભેંસને છેલ્લા 2 વર્ષથી પેટના ભાગે જમણી તરફ નાની ગાંઠ હતી. જે છેલ્લા 15 દિવસમાં વધતી જતા માલધારી માલિકે વલસાડ (Valsad)ના પશુપાલન વિભાગના વેટરનીટી તબીબનો સંપર્ક કર્યા બાદ તેઓ પોતાની ફરજ મુજબ સ્થળ ઉપર પહોચી ભેંસની હાલત જોતા ચોકી ગયા હતા. કેન્સરની ગાંઠથી પીડાતી માલધારીની ભેંસનું 3 કલાક ઓપરેશન કરી 49.7 કીલો ગ્રામની ગાંઠ કાઢી હતી.

Doctors Day: વલસાડમાં ભેસના પેટમાંથી નીકળી 50 કિલોની ગાંઠ

સતત ત્રણ કલાક સુધી ચાલ્યું ઓપરેશન

ભેંસના પેટના ભાગે જે ગાંઠ લટકી રહી હતી. એ પાણીના એક બેડા કરતા પણ મોટી જણાઈ આવતી હતી. મૂંગા પશુની પીડા જાણે તબીબ પોતે જ અનુભવી રહ્યા હોય એમ તેને તાત્કાલિક પીડામાંથી મુક્તિ આપી તંદુરસ્ત કરવા માટે ઓપરેશન કરવું જરૂરી હતું. આથી ડૉકટર્સ દિવસે (Doctors Day) વલસાડના વેટરનીટી તબીબની ટીમ દ્વારા સતત 3 કલાકની જહેમત કરીને ભેંસનું ઓપરેશન કરી ગાંઠ બહાર કાઢવામાં આવી છે. પશુપાલન વિભાગના તબીબની ટીમ દ્વારા વિશેષ દેખરેખ હેઠળ ભેંસના પેટમાંથી ગાંઠને દૂર કરવા માટે ઓપરેશન કર્યુ હતું. જેમાં એક મોટું માટલું હોય એટલી મોટી ગાંઠ બહાર કાઢવમાં આવી હતી.

તબીબ દિવસ ખરા અર્થમાં થયો સાર્થક

આમ 2 જુલાઈના રોજ વિશ્વ ડોકટર દિવસે એક વેટરનીટી તબીબે પોતાની નિષ્ઠા પૂર્વકની કામગીરી કરીને ભેંસને મોતના મુખમાંથી બચાવી તબીબ દિવસ (Doctors Day)ને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

આ પણ વાંચોઃમોરબીમાં ડોક્ટર્સ ડે (Doctors Day) નિમિતે ભાજપ મહિલા મોરચા (BJP Mahila Morcha) દ્વારા ડોક્ટર અને નર્સોના બહુમાન કરાયા

50 કિલોની આસપાસની નીકળી ગાંઠ

સામાન્ય રીતે ગાય ભેંસોમાં 3 કિલો, 5 કિલો કે 10 કિલો સુધીની ગાંઠ ઓપરેશન કરી કાઢવામાં આવી છે. પરંતુ આ ભેંસનાં પેટમાંથી કાઢવામાં આવેલી ગાંઠનું 49.7 કિલોગ્રામથી વધારે હોવાથી વલસાડ અને કદાચ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર 50 કિલોની અંદાજીત ગાંઠ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી છે. આ સાથે જ હાલમાં ભેંસ પણ સ્વસ્થ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details