ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડાની પેટા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન, 74 ટકા મતદાન નોંધાયું

ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં સામેલ કપરાડા વિધાનસભા પર રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે. કપરાડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, BTP, અપક્ષ મળી કુલ 4 ઉમેદવારો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 74 ટકા આસપાસ મતદાન નોંધાયું છે.

કપરાડાની પેટા ચૂંટણી
કપરાડાની પેટા ચૂંટણી

By

Published : Nov 3, 2020, 8:08 PM IST

  • કપરાડા પેટા ચૂંટણી પર મતદારોએ પોતાના મિજાજનો પરચો આપ્યો
  • ભાજપ કોંગ્રેસ બન્નેએ પોતાની જીતની આશા સેવી
  • મતદારોના મત મતપેટીમાં સિલ


વલસાડ : જિલ્લાના કપરાડા વિધાનસભા પર મતદારોએ પોતાના મિજાજનો પરચો બતાવી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 74 ટકા આસપાસ મતદાન નોંધાવ્યું હતું. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ પેટા ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહ બતાવતા મુખ્ય પક્ષો એવા ભાજપ કોંગ્રેસ બન્નેએ પોતાની જીતની આશા સેવી છે.

કપરાડાની પેટા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન
કોંગ્રેસ ભાજપના આયાતી ઉમેદવારોએ રાજકારણ ગરમાવ્યુંકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી કોંગ્રેસી આયાતી ઉમેદવાર જીતુ ચૌધરીને તો કોંગ્રેસે ભાજપમાંથી આયાતી ઉમેદવાર બાબુ વરઠાને ટિકિટ આપી શરૂઆતથી જ રાજકારણ ગરમાવ્યું હતું. જેનો પડઘો મતદાનના દિવસે જોવા મળ્યો હતો. મતદાન મથકો પર યુવાનો, મહિલાઓ, વૃદ્ધો ઉત્સાહ ભેર મતદાન કરતા જોવા મળ્યા હતાં.સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીમાં અંદાજિત 74 ટકા મતદાન નોંધાયુંમંગળવારે યોજાયેલા મતદાનમાં મતદારોએ વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારોમા ઉભા રહી મતદાન કર્યું હતું. જો કે, શરૂઆતના 2 કલાકમાં નીરસ રહેલી ટકાવારી તે બાદ ગતિએ આગળ વધી હતી, અને સાંજના 5 વાગ્યા સુધીમાં 69.23 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. કપરાડા બેઠક પર કુલ 2,45,743 મતદારોમાંથી 1,70,131 મતદારોએ મતદાન કર્યું હતું. જે બાદના એક કલાકમાં સરેરાશ પાંચેક ટકા મતદાન સાથે અંદાજિત 74 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. જો કે ચોક્કસ કેટલા ટકા મતદાન થયું તે તો તમામ 374 બૂથ પરથી ચોક્કસ આંકડો મેળવ્યા બાદ જ જાણવા મળશે.
કપરાડાની પેટા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન
વધુ મતદાન થતા ભાજપ-કોંગ્રેસના જીતના દાવા

74 ટકા જેટલું જંગી મતદાન થતા ભાજપ-કોંગ્રેસ બન્ને મુખ્યપક્ષોએ પોતાના જીતના દાવા કર્યા છે. હાલ મતદારોના મત મતપેટીમાં સિલ થયા છે. જે આગામી 10મી નવેમ્બરે મતગણતરી વખતે ખુલશે. ત્યારે કોણ કેટલા મતે વિજેતા બન્યો તે જાણવા મળશે.

ABOUT THE AUTHOR

...view details