- પરપ્રાતિંય મજૂરોના હિજરતની માત્ર અફવા
- કામદારોમાં કોરોનાનો કોઈ ભય નહીં
- હિજરત અંગે ETV Bharatએ કર્યું રીયાલીટી ચેક
વાપી :- વલસાડ જિલ્લાના વાપી સહિત આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી પરપ્રાંતીય કામદારો કોરોનાના અને લોકડાઉનના ડરથી વતન વાપસી કરી રહ્યા હોય તેવી અફવાએ હાલ વાપીમાં જોર પકડ્યું છે. જે અંગે ETV Bharatએ નેશનલ હાઇવે નંબર 48 પર રિયાલિટી ચેક કર્યું હતું. ETV Bharatના રિયાલિટી ચેકમાં વાપીમાંથી કામદારોની હિઝરત માત્ર અફવા છે અને કામદારોમાં કોરોના કે લોકડાઉનનો કોઈ ભય નથી.
આ પણ વાંચો : ઝારખંડમાં પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસ પલટી, 40 લોકો ઈજાગ્રસ્ત થયા
કામદારોમાં કોઈ ભય નહીં
ETV Bharat ભારતના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું હતું કે વાપી GIDCમાં કામ કરતા કોઈ પ્રવાસી કામદારો હાલ વતન જવાની તૈયારીમાં નથી. હાઇવે પર દરરોજ સવારે અને સાંજે નીકળતી લકઝરી બસ પ્રવાસીઓથી ખાલી જઇ રહી છે. વાહનો રાબેતા મુજબ પસાર થઈ રહ્યા છે. કામદારોએ વાપીમાં થતી કામદારોની હિઝરતને અફવા ગણાવી હતી. જે લોકો હાઇવે પર વાહનોની રાહ જોતા ઉભા હોય છે. તે સ્થાનિક જિલ્લાના દરરોજ અપડાઉન કરતા કામદારો છે. એ ઉપરાંત બીજા એકલ દોકલ પ્રવાસીઓ પોતાના વતનમાં સામાજિક કામ ને કારણે ઘરે જતા હોવાનું જોવા મળ્યું હતું. આવા કામદારોએ વાપીમાં થતી કામદારોની હિઝરતને અફવા ગણાવી હતી.